April 6th 2009

અખંડકૃપા

                             અખંડકૃપા              

તાઃ૫/૪/૨૦૦૯               પ્રદીપ બ્રહ્મભટ્ટ

માડી તારી અખંડકૃપાએ, મહેંકી રહ્યા ઘરબાર
પામી તારી જ્યોત નિરાળી,ઉજ્વળ છે સંસાર
ઓ દીનદયાળુ,ઓ પરદુઃખ ભંજન
તારી લીલા અપરંપાર,જેનોદુનીયામાંનહીંપાર
                                ……માડી તારી અખંડકૃપા.
ધુપદીપ સંગ વંદીએ પ્રેમે,સદા હૈયે રાખીએ હેત
ગંગાજળની ઝારી લઇએ પવિત્રપાવન કરવાદેહ
વંદન કરીએ દેહ થકી,ક્યાંક અમીદ્રષ્ટિ મળીજાય
                                ……માડી તારી અખંડકૃપા.
માનવમનથી હેત રાખતા,તારો મળી રહે માપ્રેમ
ભજન ભક્તિની પ્રીત છે એવી, મળે દ્રષ્ટિએ હેત
કૃપાસાગરની તુ માદેવી તારાઝાંઝર સુણીએ છેક
                                ……માડી તારી અખંડકૃપા.

=========================================

April 6th 2009

દેખાઇ ગઇ

                                 દેખાઇ ગઇ

તાઃ૫/૪/૨૦૦૯                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

આંખોને ના અણસાર મળે,કે ના કોઇથી પણ સમજાય
એવી આ દેખાવની વૃત્તિ,તમને ક્યાંથી ક્યાં લઇ જાય
                               …….આંખોને ના અણસાર.
લીપ્સ્ટીક,લાલી ને પાવડર, તમને લાગે દેખાવે સુંદર
લટક મટક તો આવી જાય,જ્યાં આવે અમેરીકા અંદર
નાની કે ના મોટી ઉંમર,સૌની દેખાય જુવાની પગભર
                                …….આંખોને ના અણસાર.
આંખમાંથી જ્યાં લેન્સ પડે,ત્યાં જુવાની જણાઇ ગઇ
વરસાદની એક બુંદ પડે, ને વાળ સફેદ દેખાઇ જાય
મટે મૅટ,મનુ કે મનુભાઇ, ત્યાં તો મનુકાકા થઇ જાય
                               …….આંખોને ના અણસાર.
કુદરતનો એક અણસાર મળે,કે ના જુવાની એળે જાય
સમયનેપારખી સમજી લેતાં,શાંન્તિ મનને આવીઅહીં
છાનુછપનું સૌ રહીજ ગયું,ને આખરે ઉંમર દેખાઇ ગઇ
                               …….આંખોને ના અણસાર.

##############################################