April 27th 2009

વાણી વર્તન

                                 વાણી વર્તન  

તાઃ૨૭/૪/૨૦૦૯                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

વાણી વર્તન સુધરશે,જ્યાં વિચાર આવશે નિર્મળ
પ્રેમ પ્રીત ના માગવી પડશે,મળી જશે એ તત્પર
                                      ……વાણી વર્તન સુધરશે.
સ્નેહ પ્રેમને વણી લેજો,દીન રાત આ અવનીપર
મળી જશે માયા ને પ્રેમ, લાગશે જીવન ઉજ્વળ
સાર્થક જીવન બની જશે,ને મુકી જશો એક યાદ
ના માગણી પ્રભુથી રહેશે,મળશે મુક્તિ અંતકાળ
                                      ……વાણી વર્તન સુધરશે.
કોણેકર્યુ ક્યારેકર્યુ ના મળશે જીવને કોઇ અણસાર
મુક્તજીવન પ્રભુ પ્રેમથી,ને જીવ ઉજ્વળ છેદેખાય
આગણે જ્યારે મુક્તિ આવે,સંત જલારામ હરખાય
વાણી પ્રેમ મેળવશે જીવનમાંને વર્તન મહેંકીજાય
                                       ……વાણી વર્તન સુધરશે.

————————————————-

April 27th 2009

दील ये चाहे

                                   दील ये चाहे

ताः२७/४/२००९                    प्रदीप ब्रह्मभट्ट

दीलसे मेरी चाहत है,प्यार मीले मुझे सबका
हर दीलमे में खो जाउ,येही मेरा एक सपना
                            ……..दीलसे मेरी चाहत है.

अनजानी सी राहो पर, चल रहा आज  अकेला
सोच समझ कर कदम चले,मीले मुझे सहारा
अपनापन महेसुस करुमें, ये ही सच्चा दामन
आकर मीले सच्चाप्यार,मीलजाये मुझे अपना
                             ……..दीलसे मेरी चाहत है.

लेकर आया प्यार भरा दील,भीगी दो ये आंखे
मीले अपनी राहोपे चलते,कदम मीलाउ अपना
हाथ मीलाके साथ चाले,जीवन भर मील जाये
आये प्यारभरी राहोपे,देदे महेंक येही मेरासपना
                             ……..दीलसे मेरी चाहत है.                             

++++++++++++++++++++++++++++++++++++++++

April 27th 2009

ધુપદીપનુ અર્ચન

                           ધુપદીપનુ અર્ચન

તાઃ૨૭/૪/૨૦૦૯                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

જય ગજાનંદ ગણપતિ, મને દેજો પ્રેમભાવની ભક્તિ
નિત્ય સવારે કરુછુ સેવા, જીવન ઉજ્વળ કરી હુ લેવા
                                      ……..જય ગજાનંદ ગણપતિ.

ધુપ દીપ હુ કરુ પ્રેમથી,અર્ચન પુંજન ભક્તિ  ભાવથી
સ્મરણ તમારુ મનમાં રાખી, કરુ ભક્તિ હું અંતરયામી
ઉજ્વળજીવન થાયઅમારું,કૃપામળે ઓઅવનીઆધારી
રાખજો અમ પર હેત દયાળુ,સદાતમો છો ખુબમાયાળુ
                                    ……..જય ગજાનંદ ગણપતિ.

રિધ્ધિ સિધ્ધિના દેવ તમો છો,સદા કૃપાળુ તમે ઘણાછો
ભક્તિ પ્રેમને સદા સ્વીકારી,છો ભક્તોના તમો બલીહારી
માગણી મનની જ્યાં જુઓ ત્યાં હૈયેઆવી તમો વસો છો
લો સ્વીકારી ધુપ દીપને,જ્યાં કરુ સદા હું અર્ચન મનથી
                                      ………જય ગજાનંદ ગણપતિ.

()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()

April 27th 2009

મને ઇર્ષા આવે.

                                     મને ઇર્ષા આવે.

તાઃ૨૬/૪/૨૦૦૯                                                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

          બાળપણમાં સ્કુલમાં અભ્યાસ કરતો હતો ત્યારે સારા માર્ક્સ મેળવતા વિર્ધાથીની
મને ઇર્ષા આવે મને એમ થાય કે મારાથી મહેનત કરી એવી લાયકાત કેમ ના મેળવાય?
          જુવાનીમાં જ્યારે મિત્રોના માબાપને ખુશહાલ જોઉ ત્યારે મને ઇર્ષા આવે કે મારા
માબાપની સેવા કરી હુ તેમને કેમ ખુશી ન કરુ?
          ભણતરના સોપાનો પર ખુશહાલ બાળકો જોઇ મને ઇર્ષા આવે કે મારા બાળકો પણ
મહેનત કરી સિધ્ધિના સોપાનો કેમ ના ચઢે?
          સાચા સંસારી સંતોની ભક્તિ જોઇ મને ઇર્ષા આવે કે મારાથી પણ સંસારમાં રહી
પરમાત્માની કૃપા કેમ ના મેળવાય?
           ભારત દેશમાં સંસ્કાર,ભક્તિ,સમાજ,માનવતા અને પ્રેમ જોઇ મને હવે ઇર્ષા આવે
કે આવુ વાતાવરણ અમેરીકામાં કેમ ના થાય?
           ભારતીય સંગીત અને ગીતો સાંભળી મને હાલ ઇર્ષા આવે કે એવું શાસ્ત્રીય સંગીત
અને અવાજ અમેરીકામાં કેમ ના મળે?
            ભારતદેશને આઝાદી મળ્યા પછી સત્તા મેળવનાર મોટા ભાગના બીજા રાજ્યોના
જ રાજકારણીયો જ છે તો મને ઇર્ષા આવે કે મારા ગુજરાતીઓમાં એ સિધ્ધિ કેમ નથી?
          ગુજરાત સિવાય બીજા રાજ્યોમાં જન્મેલ વ્યક્તિની મને ઇર્ષા આવે કારણ ગુજરાતમાં
જન્મેલી વ્યક્તિઓએ બીજા દેશોમાં રોજી રોટી માટે કેમ દેશ છોડવો પડે છે?

અને……??

        જો મેં ભગવું ધારણ કરેલ હોય તો મને સંસારમાં સમૃધ્ધ અને સંતુષ્ટ વ્યક્તિઓને જોઇ
ઇર્ષા આવે કે અમો સાધુઓને માબાપ,ભાઇબહેન કે સંતાનનો પ્રેમ કેમ ના મળે?

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++=