October 4th 2019

માતા કાત્યાયની

Image result for મા કાત્યાયની
.         .માતા કાત્યાયની

તાઃ૪/૧૦/૨૦૧૯           પ્રદીપ બ્રહ્મભટ્ટ 

દાંડીયારાસ સંગે તાલી પાડીને,ભક્તો માતાને વંદન કરી જાય
મંદીર આંગણેઆવી ગરબેઘુમી,નરનારી જીવનપાવન કરી જાય 
....મળે કૃપાસંગે પ્રેમ માતાનો,જે નવરાત્રીમાં માતાને વંદન કરાવી જાય.
નવદુર્ગા માની કૃપા ભક્તોપર,એ માતા કાત્યાયની નમન કરાય
અનંત કૃપા માતા અવનીપર,જે નવરાત્રીમાં નવ સ્વરૂપે પુંજાય
તાલીસંગે દાંડીયા રમતા ભક્તોપર,માતાનો પરમપ્રેમ મળી જાય
પાવનકૃપા મળે જીવને,જે દેહને જીવને અનંતશાંંતિ આપી જાય
....મળે કૃપાસંગે પ્રેમ માતાનો,જે નવરાત્રીમાં માતાને વંદન કરાવી જાય
નિર્મળ ભાવથી ગરબા રમતા,નવરાત્રીમાં દંડીયારાસ પણ રમાય
ગરબે ઘુમતા તાલીપાડતા ભક્તોને,માતાનીકૃપાનો અનુભવ થાય
સરળજીવનની રાહ મળે દેહને,જે જીવને સદમાર્ગે જ દોરી જાય
પ્રદીપના વંદન નવદુર્ગામાતાને,જે શ્રધ્ધાપ્રેમથી નમન કરાવી જાય 
....મળે કૃપાસંગે પ્રેમ માતાનો,જે નવરાત્રીમાં માતાને વંદન કરાવી જાય.
=======================================================
October 4th 2019

સ્કંદ માતા

Image result for માતા સ્કંદ 
.           .સ્કંદ માતા

તાઃ૪/૧૦/૨૦૧૯            પ્રદીપ બ્રહ્મભટ્ટ

જય માતાજી જય માતાજી ગાતા,ભક્તો દાંડીયા રાસ રમી જાય
પાવનકૃપા મળી માતાની,જીવનમાં સંતાનનુ આગમન થઈ જાય 
......એજ માતાનો પ્રેમ ભક્તોપર,નવરાત્રીમાં ગરબારાસ રમાડી જાય.
દુર્ગામાતાની પરમકૃપા ભક્તોપર,નવરાત્રીએ નવદુર્ગાનીપુંજા થાય
દાંડીયા રાસનો સંગ મળે નરનારીને,માતાને ગરબારાસથી પુંજાય
રૂમઝુમ તાલી પાડતા જ,પાવનકર્મની રાહ જીવનમાં મળી જાય
નવરાત્રીના પાંચમા નોરતે,સ્કંદમાતાને ગરબે ધુમીને વંદન કરાય
......એજ માતાનો પ્રેમ ભક્તોપર,નવરાત્રીમાં ગરબારાસ રમાડી જાય.
તાલીઓના તાલ સંગે વંદનકરી માતાને,શ્રધ્ધાભાવથી પુંજા કરાય
અનંતકૃપાળુ માના દર્શન નવરાત્રીએ કરી,માતાની કૃપા મેળવાય
ભક્તિભાવનો સંગ માતાની ક્રૂપાએમળે,જે પાવનકર્મ આપી જાય
અનંત નિખાલસ પ્રેમ સંગે,તાલીઓના તાલે માતાને વંદન કરાય
......એજ માતાનો પ્રેમ ભક્તોપર,નવરાત્રીમાં ગરબારાસ રમાડી જાય.
=====================================================