October 2nd 2019

મા ચંદ્ર ઘંટા

.              .મા ચંદ્ર ઘંટા
તાઃ૧/૧૦/૨૦૧૯                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

માડી તારો પ્રેમ મળે ભક્તોને,જે ગરબા રાસ રમાડી જાય
પાવનરાહની કેડી મળતા જીવનમાં,નવરાત્રીએ વંદન થાય
....ભક્તોની પાવનભક્તિએ,મા ચંદ્ર ઘંટાને ગરબે ઘુમીને પુંજાય.
સરળ જીવનનીરાહ પકડે કૃપાએ,જે તાલીઓના તાલે ઘુમાય
માડી તારા દર્શન કરવા,માતા દુર્ગાને શ્રધ્ધાએ અર્ચના કરાય
ગરબે ઘુમવા ઢોલ નગારા વાગતાજ,તાલીસંગે ગરબા ગવાય
અનંત કૃપાળુ સંગે અનંત શક્તિ શાળી,માતાને વંદન કરાય
....ભક્તોની પાવનભક્તિએ,મા ચંદ્ર ધંટાને ગરબે ઘુમીને પુંજાય.
શ્રધ્ધાભક્તિથી વંદન કરતા,માતાને ગરબા સંગે પુંજન કરાય
મોહમાયાને દુર રાખતા,જીવનમાં સતમાર્ગની કેડી મળી જાય
અદભુત શક્તિશાળી માતાના સ્વરૂપથી ભક્તિની પ્રેરણાથાય
મળેલ દેહપર માતાની કૃપા થતા જ,સદમાર્ગે જીવન જીવાય
...ભક્તોની પાવનભક્તિએ,મા ચંદ્ર ઘંટાને ગરબે ઘુમીને પુંજાય.
=================================================