October 3rd 2019

મા કુશમંદા

Image result for મા કુષ્માંડા
.           મા કુશમંદા  

તાઃ૩/૧૦/૨૦૧૯          પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉજવળ જીવનની રાહ મળે ભક્તોને,મા નવરાત્રીએ પુંજાય
ગરબે ઘુમી તાલી પાડીને,માતા કુશમંદાને પ્રેમે વંદન થાય 
......એજ માતાની પાવનરાહની કૃપા,જે નવરાત્રીએ ગરબા ઘુમાય.
તાલી પાડતા ભક્તજનો માતાને વંદન કરી,પુંજા કરતા જાય
ગરબે ઘુમવા આવતા નર અને નારી,તાલીસંગે ઘુમતા જાય
દાંડીયા રાસનો સંબંધ રાખીને,માતાનો પ્રેમપણ મેળવી જાય
પવિતદીવસ એજ નવરાત્રીછે,જે દુર્ગામાતાના નવરૂપે દેખાય
......એજ માતાની પાવનરાહની કૃપા,જે નવરાત્રીએ ગરબા ઘુમાય.
તાલીઓના તાલસંગે સૌ ભક્તો,માતાને વંદનકરી ઘુમતા જાય
પરમકૃપાળુ મા કુશમંદાનો પ્રેમમળે,જ્યાંનિર્મળભાવેગરબાગવાય
ગરબેઘુમતા ભક્તજનો અંતરથી વંદનકરી,માતાને વંદનકરીજાય
દુર્ગામાતાના નવસ્વરૂપને,નવરાત્રીમાં ગરબા રાસે પુંજન કરાય
......એજ માતાની પાવનરાહની કૃપા,જે નવરાત્રીએ ગરબા ઘુમાય.
====================================================