October 5th 2019

માતા કાલરાત્રી

....
.           .માતા કાલરાત્રી     

તાઃ૫/૧૦/૨૦૧૯               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

નવરાત્રીના પવિત્ર દીવસોએ,માતાને ગરબે ઘુમી વંદન કરાય
તાલી પાડીને ગરબે ઘુમતા,માતા કાલરાત્રીને રાજી કરી જાય
....અનંતપ્રેમ મળે ભક્તોને માતાનો,જીવનમાં સુખશાંંતિ આપી જાય
દુર્ગા માતાની પાવનકૃપા અવનીપર,નવમાતાના સ્વરૂપે દેખાય
પવિત્ર સમય મળેલ દેહને મળે,એ હિંદુ ધર્મમાં જ પુંજન કરાય
શ્રધ્ધાભાવથી જીવન જીવતા,પરમાત્માનો પ્રેમ પણ મળી જાય
દેહલીધો અવનીપર જીવોએ,જે પવિત્ર દેવદેવીઓથી ઓળખાય
....અનંતપ્રેમ મળે ભક્તોને માતાનો,જીવનમાં સુખશાંંતિ આપી જાય
દાંડીયારાસ સંગે તાલી પાડતા ભક્તો,મળેલ સમયને પકડી જાય
પવિત્ર દેહ લીધા માતા દુર્ગાએ અવનીપર,જે નવ સ્વરૂપે દેખાય
પાવનરાહની કેડી મળે દેહને,જે જીવનમા પવિત્ર કર્મ કરાવી જાય
નિર્મળભાવે વંદન કરવા માતાને,તાલી દાંડીયા રાસથી હરખાવાય
....અનંતપ્રેમ મળે ભક્તોને માતાનો,જીવનમાં સુખશાંંતિ આપી જાય
=====================================================