જીવનો સંબંધ
. જીવનો સંબંધ
તાઃ૮/૯/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ના દેહ મળે અવનીએ જીવને,કે ના કોઇ સંબંધ બંધાય
મોહમાયા ની ચાદર છોડતા,અવનીની રાહ છુટી જાય
. …………………..ના દેહ મળે અવનીએ જીવને.
જીવને સંબંધ જન્મથી મળે,જે અવનીએ જકડાઇ જાય
મળતા બંધનને દુર રાખતા,સમયે જીવને એ સમજાય
પરમાત્માની સાચીભક્તિ,જે દેહ થકી જીવને મળીજાય
યુગની કેડી એ જગનીલીલા,પામર જીવનથી મેળવાય
. …………………..ના દેહ મળે અવનીએ જીવને.
કરેલ કર્મ છે કેડી જીવની,અવનીના અવતરણથી દેખાય
મુક્તિકેરા માર્ગનેપામવા,જલાસાંઇની ભક્તિસાચી થાય
મળેલ બંધનને છોડવા જીવે,ભક્તિ જ્યોતને વંદન થાય
સમયસાચવી ચાલતા અંતે,જીવનેમુક્તિમાર્ગ મળીજાય
. ……………………ના દેહ મળે અવનીએ જીવને.
====================================