September 29th 2013

ભિખારી

.                        .ભિખારી

તાઃ૨૯/૯/૨૦૧૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

દેહ મળે જ્યાં અવનીએ જીવને,સઘળી બાજુથી લપટાય
ઉજ્વળતાની નાકોઇ કેડી મળતા,ભિખારી થઈને ભટકાય
.             ………………….દેહ મળે જ્યાં અવનીએ જીવને.
માગણી એ અપેક્ષા જીવની,ના કોઇ જીવથીય છટકાય
કોની કેટલી ને ક્યારે એ થાય,એતો સમયે જ સમજાય
પરમાત્માથી કૃપાની દેણ,એ સાચી ભક્તિએ મળી જાય
નામાગણી કરવી પડે જીવને,કે નાકોઇ અપેક્ષાય રખાય
.            ……………………દેહ મળે જ્યાં અવનીએ જીવને.
ભીખ માગીને જીવન જીવવુ,ના એને માનવતા કહેવાય
અખુટ સંપત્તીનો સહવાસ હોય,તોય જીવ ભિખારી થાય
મહેનતને જ્યાં નેવે મુકે,ત્યાં કળીયુગી આફતો અથડાય
દેહને કોઇ આધારના રહે,ત્યારેજ એ ભિખ માગતો થાય
.           …………………….દેહ મળે જ્યાં અવનીએ જીવને.

===================================