September 26th 2013

કુદરતનો કોપ

India Floods

 

 

 

 

 

 

 

 

.                    .કુદરતનો કોપ                                     

તાઃ૨૬/૯/૨૦૧૩                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

ધર્મના નામે ધતીંગ ચાલતાં,હવે કળીયુગ પણ રૂઠી ગઇ
વણમાગેલી આફતે માનવી,અહીતહી ભટકતો થયો ભઈ
.                 …………………..ધર્મના નામે ધતીંગ ચાલતાં.
માનવતાને માળીયે મુકતા જ,જીવને કુદરત જકડતી ગઈ
નામાગેલી આફત મળતા,અંતે એ ઘરમાં ભરાઇ રહેતો જઈ
દેખાવની દુનીયાના સંબંધે,અચાનક આફતો ભટકાય અહીં
નિર્મળતાનો ના સંગ રહેતા,કુદરતનો કોપ વરતાય છે ભઈ
.                ……………………ધર્મના નામે ધતીંગ ચાલતાં.
વણ કલ્પેલ વરસાદ વરસે,ને વાવાઝોડુ ક્યારેકઆવી જાય
ભગવુ,સફેદ કે પીળુ પહેરેલ હોય,તોય મુંઝવણમાં એ ફસાય
નામળે જીવને શાંન્તિ દેખાવમાં,કે ના કોઇ આફતથી બચાય
કળીયુગની આકેડી છે એવી,જેમાં નિખાલસ પણ ફસાઇજાય
.                   …………………ધર્મના નામે ધતીંગ ચાલતાં.

=======================================