સરળતાની સાંકળ
. .સરળતાની સાંકળ
તાઃ૧૪/૯/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સરળ જીવનની સાંકળ મળતાં,જીવન પાવનથાય
કર્મની કેડી નિર્મળ બનતાં,સુખ શાંન્તિય મળી જાય
. …………………સરળ જીવનની સાંકળ મળતાં.
કુદરતની છે આ અદભુતલીલા,નાકોઇ જીવને સમજાય
અવનીપરના આગમનને,કર્મને નિમીત બનાવી જાય
વાણી વર્તન સંબંધ બને ,જે ભક્તિને સંગે છે સચવાય
કૃપામળે શ્રીજલાસાંઇની,જીવથી પાવનરાહ મેળવાય
. ………………..સરળ જીવનની સાંકળ મળતાં.
લાગણી મોહને દુર રાખતા,આ જીવન સરળ થઈ જાય
પામી લેતા પ્રેમ પરમાત્માનો,જીવનમાં શાંન્તિ થાય
મળેલ માયા જીવને જીવોની,એકર્મનીકેડી છે કહેવાય
નિર્મળતાનો સંગ રાખી જીવતા,જન્મમરણ છુટી જાય
. …………………સરળ જીવનની સાંકળ મળતાં.
====================================