September 6th 2013

અંતિમ ઇચ્છા

.                    અંતિમ ઇચ્છા  

તાઃ૬/૯/૨૦૧૩                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

મારા છોકરાં ને મારી વ્હાલીવહુ,કેવી રીતે હુ છોડી જઉ સૌ
પ્રેમનીકેડી પકડીલેતા,નાછુટશે આદેહ એમ મને સૌ કહેતા
.            …………………… મારા છોકરાં ને મારી વ્હાલી વહુ.
માયા મળેલ જીવને અવનીએ,એજ બંધન આપતી જાય
જન્મ મૃત્યુનો સંબંધ છે જીવનો,ના જગે કોઇથીય છટકાય
સંસારી હોય કે સંત અવનીએ,એજ જીવની પકડ કહેવાય
કર્મની ઉજ્વળકેડી નામળતા,જીવને અવતરણ મળીજાય
.           ……………………..મારા છોકરાં ને મારી વ્હાલી વહુ.
કુદરતની આઅતુટલીલા,જીવ સ્વાર્થભર્યા સંસારે લબદાય
દેહ મળતા જીવને ધરતીએ,નિર્મળતા દુર ભાગતી દેખાય
વર્તન વાણી એ છે પ્રકૃતી દેહની,જીવને એજ જકડતી જાય
અંતિમ ઇચ્છા જીવનીસાચી,જે નિર્મળ ભક્તિથી મળી જાય
.           ……………………..મારા છોકરાં ને મારી વ્હાલી વહુ.

+++++++++++++++++++++++++++++++++++++++