અવગણના
. . અવગણના
તાઃ૩/૯/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવતાની સાંકળ છુટતા,મળેલ આજીવન જકડાઇ જાય
અવગણનાનો આશરોલેતાં,જીવનમાં વ્યાધીઓવધીજાય
. …………………માનવતાની સાંકળ છુટતા.
ઉજ્વળતાની કેડી શોધવા,માનવી અહીં તહીં ભટકી જાય
સફળતાનોસંગાથ શોધવા કાજે,મહાનતા દર્શાવતો જાય
મળે લાકડી જ્યાં પરમાત્માની,ના કોઇથીય કદી છટકાય
અવગણનાને તરછોડી દેતા,જલાસાંઇની કૃપા થઈ જાય
. …………………..માનવતાની સાંકળ છુટતા.
મળે જીવને જ્યાં સંસાર અવનીએ,માનવતા મળી જાય
સમજી વિચારી ભરેલ ડગલે,ના કોઇ તકલીફ આવી જાય
અંતરમાંઆનંદ ઉભરે સદા,જ્યાં સરળભક્તિને સચવાય
મળીજાય સૌનોપ્રેમ જીવને,જીવનમાંસરળતા મળીજાય
. …………………..માનવતાની સાંકળ છુટતા.
++++++++++++++++++++++++++++++++++++++