મંગલકારી
. મંગલકારી
તાઃ૨૪/૯/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મંગલકારી છે વિઘ્નહારી,ગૌરીનંદન ગજાનંદ કહેવાય
ભક્તિસાચી પ્રેમથીકરતા,પાવનકર્મ જીવથી મેળવાય
. ………………….મંગલકારી છે વિઘ્નહારી.
ઉજ્વળ રાહ મળે છે જીવનમાં,જે પ્રભાતનેય પારખી જાય
પ્રેમની સાંકળ પ્રભુથી મળતા,નાકર્મનાકોઇ બંધન બંધાય
ગજાનંદને પ્રેમથી વંદન કરતા,ભાગ્યની રેખા સુધરી જાય
મંગળવારની શીતળ સવારે,જ્યાં ૐ શ્રી ગણેશાય બોલાય
. …………………….મંગલકારી છે વિઘ્નહારી.
માતા પાર્વતીનો પ્રેમમળે,જ્યાં સાચી શ્રધ્ધાએ પુંજનથાય
પુત્ર ગણપતિની અસીમકૃપા મળે,જોતા ભોલેનાથ હરખાય
ભક્તિ જગતની એકજ વાણી,પ્રેમની જ્યોત પ્રગટાવીથાય
મળે જીવને અનંત શાંન્તિ,જે જીવને મુક્તિ માર્ગે લઈ જાય
. ……………………..મંગલકારી છે વિઘ્નહારી.
++++++++++++++++++++++++++++++++++++