September 14th 2013

પવનપુત્ર

.                         .પવનપુત્ર          

તાઃ૧૪/૯/૨૦૧૩                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવમન જકડાઇ જતાં,જીવનમાં ઝંઝટ મળતી થઈ
પવનપુત્રની નજર પડતાં,બધી વ્યાધીઓ ભાગી ગઈ
.                     …………………માનવમન જકડાઇ જતાં.
નજર મળે જ્યાં મેલી જીવનમાં,પાવન રાહ છુટી જાય
મળે ના રાહ જીવનને સાચી,જ્યાં કર્મ વાંકા થઈ જાય
અપેક્ષાની ના કોઇ કેડી રહે,જીવ અહીં તહીં ભટકી જાય
સંકટમોચકને ભજીલેતાં,આવતી વ્યાધીઓ ભાગીજાય
.                   …………………..માનવમન જકડાઇ જતાં.
પવનપુત્ર છે અતિ દયાળુ,જ્યાં પ્રેમથી રામભક્તિ થાય
આવી આંગણે રહે ભક્તને,ના કોઇ મેલી શક્તિય ભટકાય
નિર્મળતાના વાદળ વર્ષે,જીવને રાહભક્તિની મળી જાય
બજરંગબલીની છે અજબ શક્તિ,ના કોઇથી એને વિધાય
.                  …………………..માનવમન જકડાઇ જતાં.

======શ્રી રામ=======શ્રી રામ=======શ્રી રામ.==

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment