February 19th 2009

આરતી જલાબાપાની

                  

                     આરતી જલાબાપાની

તાઃ૧૯/૨/૨૦૦૯     ગુરુવાર         પ્રદીપ બ્રહ્મભટ્ટ

આરતી કરીએ જલારામનીને ભક્તિપ્રેમથી કરીએ
રામનામની માયા રાખી પ્રભુ સ્મરણ નીત કરીએ
                             ….ભઇ આરતી કરીએ જલારામની.
પ્રેમથીમાગણી ભક્તિનીકરીએ,જીવને શાંન્તિથાય
રહેજો સંગે સદા અમારે,ઉજ્વળ જીવન થઇ જાય
વિરબાઇમાતા સંગે રાખી,મમતા દેજો હૈયે લગાર
આરતી સંગે હેત નીત રાખી ધુપદીપ કરુ હું આજ
                             ….ભઇ આરતી કરીએ જલારામની.
જીવને શાંન્તિ પ્રેમે દેજો ને ઉજ્વળ કરજો અવતાર
માગણી પ્રેમથી ભક્તિની કરુ,જે વંદનથી મળીજાય
ચરણકમળમાં રાખી શીશ,કરીએ પ્રાર્થના નીશદીન
ભક્તિ દેજો એવી અમને,જ્યાં શ્રીરામની મળેપ્રીત
                              ….ભઇ આરતી કરીએ જલારામની.

=====જય જય જલારામ બોલો જય જય જલારામ=======

February 19th 2009

જીવની જ્યોત

                                જીવની જ્યોત

તાઃ૧૮/૨/૨૦૦૯                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભાવથી ભક્તિ કરતાં જગમાં જીવને જ્યોત મળે
પાવક જીવન બનીજાય ને ઉજ્વળ મન હરખાય
                                     ……..ભાવથી ભક્તિ કરતાં.
પ્રભુ કૃપા જ્યાં મળીજાય,ત્યાં સ્નેહ સદા લહેરાય
હૈયેહેત ને ઉભરેપ્રેમ,વળી ઉજ્વળ જીવનથઇજાય
અવની પરના આગમને, પરમપિતા મળી જાય
ના માયા ના મોહ રહે ,જ્યાં મનને શાંન્તિ થાય
                                     ……..ભાવથી ભક્તિ કરતાં.
જગજીવનમાં પ્રેમ મળે, જ્યાં સંતો સાચા પુંજાય
જલારામની જ્યોત મળે,ને વળીસાંઇબાબાનો સ્નેહ
સાચી ભક્તિ સંસાર થકી,જે સાર્થક જન્મે લઇ જાય
જીવ જગતથી મુક્તિ પામે,થશે અવનીથી ઉધ્ધાર
                                      ……..ભાવથી ભક્તિ કરતાં.
માનવજીવન મહેંકશે,ને વળી મનને મળશે શાંન્તિ
ભક્તિપ્રેમ ને માનવપ્રેમ,મળી જશે જીવનને રહેમ
ના વ્યાધી કે કોઇ ઉપાધી, ભક્તિએ જશે સૌ ભાગી
માગણી માનવમન થકી,નથી પરમાત્માથીઅજાણી
                                      ……..ભાવથી ભક્તિ કરતાં.

 +++++++++++++++++++++++++++++++++++++++++