February 13th 2009

જીવ અને જગત

                   જીવ અને જગત

 તાઃ૧૨/૨/૨૦૦૯                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભવસાગરથી છે જીવને બંધન,
                 અવનીએ મળે એક જ અવસર
માનવદેહની માયા મળતા,
                  ભટકવુ અહીં તારે ફરતા ફરતા
                                  ……ભવસાગરથી છે જીવને
સૃષ્ટિની જ્યાં મળે માયા ત્યાં ના જગે કાંઇ સુઝે
મોહમાયા ને મમતા લઇને,ત્યાં ફરીએ ચૉરે ચૉરે
આવે આંગણે ભક્તિ દોડી,ના કાંઇ સુઝે અણસાર
માયાના બંધન લાગે મીઠા,ના છુટે ભઇ એકેવાર
                               ………ભવસાગરથી છે જીવને.
માયા જકડે જીવને જ્યાં ના સમજી કાંઇ શકાય
દુઃખપરદુઃખ એક દીસે અહીં મનને ના સમજાય
મિથ્યા જીવન ટળીજશે જ્યાં ગાંઠ સાચી બંધાય
મક્કમ મન ત્યાં મેળવે ભક્તિ કૃપા પ્રભુની થાય
                                ………ભવસાગરથી છે જીવને.

+++++++++++++++++++++++++++++++++++++++