February 17th 2009

ભુલાઇ ગઇ

                   ભુલાઇ ગઈ              

તાઃ૧૬/૨/૨૦૦૯               પ્રદીપ બ્રહ્મભટ્ટ

કામ કામની રામાયણમાં ભક્તિ ભુલાઇ ગઇ
જગજીવનની ઝંઝટમાં માનવતા હણાઇ ગઇ
                            ……કામ કામની રામાયણમાં.
દુનીયાદારી વળગી મને હવે નામળે કોઇ આરો
શાંન્તિ શોધવા નીકળુ ત્યાં ચઢી જાય ભઇ પારો
આગળ પાછળનો નાકોઇ મને મળે અણસારહવે
ભુલી ગયો ઉપકાર જેમળ્યો જીવન ઉજ્વળકાજ
                           ……..કામ કામની રામાયણમાં.
માનવતાની એક મહેંકથી પ્રેમમાબાપનો મળ્યો
આંગળી ચીંધી મહેંકવાજીવન ભક્તિનો અણસાર
લાગણી મળીગઇ મને ત્યાં સંસારે લપટાઇ ગયો
જન્મ માનવનો મળ્યો પણ ભુલી ગયો શ્રી રામ
                            ……. કામ કામની રામાયણમાં.

+++++++++++++++++++++++++++++++++++