January 30th 2014

ભક્તિ દ્વાર

saijala

 

 

 

 

 

 

 

 

 

 

.

.                               .ભક્તિ દ્વાર

તાઃ૩૦/૧/૨૦૧૪                                પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિર્મળ ભાવથી જલારામને ભજાય,પ્રેમથી જય જલારામ કહેવાય
શ્રધ્ધાભાવથી ભક્તિ કરતાં,જલારામનામથી ભક્તિદ્વાર ખુલી જાય
.                    …………………..નિર્મળ ભાવથી જલારામને ભજાય.
પ્રભાતે સુર્યદેવને અર્ચના કરી,જલારામની ભક્તિએ આરતી થાય
પ્રેમથી રામનામના સ્મરણ સંગે,સંત જય જલારામની માળા થાય
શ્રધ્ધા અંતરમાં રાખી જીવનમાં,પરમાત્માની પુંજા ઘરમાં જ થાય
આવી આંગણે કૃપા રહે જલાની,જે મળેલ  આજન્મ સફળ કરી જાય
.                    ………………….નિર્મળ ભાવથી જલારામને ભજાય.
મોહમાયા છે આ કળીયુગની કેડી,જે નિર્મળ જીવનનેજ જકડી જાય
નિખાલસ પ્રેમને સંગે રાખીને જીવતા,સંત જલાસાંઇની કૃપા થાય
અવનીપરનુ આગમન જીવનુ,જે  કર્મના બંધનની સાંકળ કહેવાય
ભક્તિનો સંગ રાખીને જીવતા,અંતે જન્મમરણના બંધન છુટી જાય
.                     ………………….નિર્મળ ભાવથી જલારામને ભજાય.

========================================