January 23rd 2014

લાયકાત

.                    લાયકાત

તાઃ૨૩/૧/૨૦૧૪                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

કર્મના બંધન જીવની સંગે,જન્મ મરણના બંધને સંધાય
ક્યારે ક્યાં ને કેવો દેહમળે જીવને,પ્રભુકૃપાએજ સમજાય
.               …………………..કર્મના બંધન જીવની સંગે.
જીવને જકડે છે યુગના બંધન,ના કોઇ જ જીવથી છટકાય
સંસ્કારનું સિંચન છેકર્મનીકેડી,જ્યાં જીવબંધનથી બંધાય
રાહ સાચી જીવને મળે છે,જ્યાં પાવન રાહે જીવન દોરાય
સંત જલાસાંઇની કૃપામળે,નિખાલસ જીવન જ્યાંજીવાય
.                …………………..કર્મના બંધન જીવની સંગે.
માનવદેહને તો માયા જકડે,સમય આવતા એ સમજાય
કર્મની શીતળ કેડી જીવનમાં,મોહમાયાથી છટકાવી જાય
વડીલને વંદન પ્રેમે કરતા,આશીર્વાદની હેલી મળી જાય
ઉજ્વલકેડી ભણતરની લેતા,આ માનવજીવન મહેંકીજાય
.                 …………………..કર્મના બંધન જીવની સંગે.

==================================