January 1st 2014

આધાર

.                    આધાર

તાઃ૧/૧/૨૦૧૪                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિરાધારનો આધાર પ્રભુ છે,સુખદુઃખમાં દેછે  સંગાથ
સરળતાની શીતળ કેડી દેછે,ખોલે છે મુક્તિના એ દ્વાર
એવા પરમકૃપાળુ ભગવાન,સાચી શ્રધ્ધાએ સમજાય.
.         ………………….એતો છે નિરાધારનો આધાર.
મનથી કરેલ ભક્તિએ જીવનમાં,રાહ સાચી મળી જાય
કોઇ દીશામાં પગલુ ભરતા જ,જલાસાંઇનુ સ્મરણ થાય
આવતી આફતને ટકોરીદે,જ્યાં નિર્મળતાએ સેવાથાય
નાકોઇના સંગાથની જરૂરપડે,જ્યાં આધાર પ્રભુનો હોય
.            …………………..એવા પરમકૃપાળુ ભગવાન.
કામણગારી આ કાયાને,કળીયુગે મોહ માયા મળી જાય
ના તાકાત બળવાનની છે,કે તે આનાથી છટકાવી જાય
શ્રધ્ધા રાખી જલાસાંઇને ભજતા,જીવનેએ બચાવી જાય
નાસંગાથ કે સાથની જરૂરપડે,જ્યાંપ્રભુ આધાર બનીજાય
.            …………………..એવા પરમકૃપાળુ ભગવાન.

++++++++++++++++++++++++++++++++++++