January 25th 2014

સ્વતંત્ર ભારત

 

bharat independent day

 

 

 

 

 

 

 

.                    સ્વતંત્ર ભારત

તાઃ૨૬/૧/૨૦૧૪                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્રભુમી ભારતની,જ્યાં પરમાત્માનુ અવતરણ થાય
મોહમાયાને છોડી દેવા,રામ કૃષ્ણના રૂપ ધરતીએ લેવાય
.                           …………………….પવિત્રભુમી ભારતની.
સતકર્મને સાચવી ચાલતા,જીવની તકલીફો ભાગતી જાય
માનવતાની મહેંક પ્રસરે,જ્યાં શુરવીરોના અવતરણ થાય
અંગ્રેજોની હાંકી દીધા મહાવીરોએ,ના હથીયાર કોઇ લેવાય
શબ્દની શીતળ કેડી સંગે હીંમત રાખી,દેશને સ્વતંત્ર કરાય
.                            ……………………પવિત્રભુમી ભારતની.
જય હિન્દના એકજ નારે,લાખોના હાથો હિંમતથી  પકડાય
શહીદ થયા શુરવીરો દેશ કાજે,જેને આજે પણ વંદન થાય
ઉજ્વલ  કુખ માતાની કરતા,આજે પણ તેમને યાદ કરાય
સ્વતંત્ર ભારત પવિત્ર ભુમી,જીવનો જન્મ સફળ કરી જાય
.                             ……………………પવિત્રભુમી ભારતની.

=================================

January 25th 2014

કળીયુગનો પ્રેમ

.                    કળીયુગનો પ્રેમ

તાઃ૨૫/૧/૨૦૧૪                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

શીતળ પ્રેમની ગંગા મળતા,માનવ જીવન આ મહેંકાય
કળીયુગી પ્રેમની કાતર ફરતાં,આ જીવન વેડફાઇ જાય
.                   ………………….શીતળ પ્રેમની ગંગા મળતા.
મળે માબાપનો પ્રેમ અંતરથી,જીવન સરળ થઇ જાય
શ્રધ્ધા રાખી સેવાકરતા,માબાપની લાગણી ના દુભાય
કળીયુગના પ્રેમને લઇ સંતાન ફરતા,દુઃખજ મળી જાય
આશીર્વાદની કેડી છુટતા,જીવનમાં આફતો આવી જાય
.                   …………………શીતળ પ્રેમની ગંગા મળતા.
જીવને મળતી ઝંઝટો પણ ભાગે,જે કળીયુગમાં મેળવાય
આવી આંગણે શાંન્તિમળે,જે કળીયુગમાં નામળતી હોય
સમજી સાચી રાહ પકડતા,જીવ પર પ્રભુ કૃપા થઈ જાય
જીવને મળેલ કર્મબંધન,જલાસાંઇનીભક્તિએ છુટી જાય
.                    …………………શીતળ પ્રેમની ગંગા મળતા.

===================================