January 27th 2014

આવજો

.                     આવજો

તાઃ૨૭/૧/૨૦૧૪                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમ પકડી હું બારણે ઉભો.નિખાલસતા સંગે લઈને આજ
નિર્મળ ભાવના મનમાં રાખીને,ઘરમાં પ્રેમે પધારો આપ
.                ……………………પ્રેમ પકડી હું બારણે ઉભો.
ના પકડ્યો મેં મોહ જીવનમાં,કે ના માયાની ખોટી કેડી
અભિમાનને આઘો રાખીને,નિર્મળતાએ હું સૌને જોતો
આવી જાવ પ્રેમના સાગરમાં,નિખાલસતા લઈ જાજો
શાંન્તિના અતુટ સહેવાસે,મળેલ જીવન નિર્મળ કરજો
.                 …………………..પ્રેમ પકડી હું બારણે ઉભો.
કર્મ અડે જ્યાં જીવને જગે,ત્યાં અવનીએ આગમન થાય
પાવનકર્મની રાહ  મળતાં,જીવ પર પ્રભુ કૃપા થઈ જાય
લાગણી મોહને દુર રાખતાં,દેહના જીવનેય  શાંન્તિ થાય
રામનામનાસ્મરણ માત્રથી,પરમાત્મા આંગણેઆવીજાય
.               …………………….પ્રેમ પકડી હું બારણે ઉભો.

%%%%%%%%%%%%%%%%%%%%%%%%

January 27th 2014

સ્નેહ સાંકળ

.                    .સ્નેહ સાંકળ

તાઃ૨૭/૧/૨૦૧૪                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

સ્નેહની સાંકળ શીતળતા વરસાવે,દુઃખને ભગાડી જાય
ઉજ્વળતાની રાહ લેવા,શ્રધ્ધાએ ભક્તિ સાંકળ પકડાય
.     …………………..સ્નેહની સાંકળ શીતળતા વરસાવે.
અવનીપરનુ આગમન જીવનુ,એતો દેહ થકી જ દેખાય
મળેલ દેહને પાવન કરવા,માબાપની કૃપાએ મેળવાય
શ્રધ્ધારાખી સમજીચાલતાં,અંધશ્રધ્ધા નાકદી અથડાય
પાવનકર્મની કેડીમળે જીવને,આશીર્વાદે ગંગા વહીજાય
.     …………………..સ્નેહની સાંકળ શીતળતા વરસાવે.
સ્નેહની સાંકળ કર્મનાબંધન,જીવ અવનીએ જકડાઇ જાય
જન્મમરણના બંધનમળતા,જીવનુ વિદાય આગમનથાય
ભક્તિપ્રેમની નિર્મળ રાહે,જીવ પર જલાસાંઇની કૃપાથાય
મોહમાયાની સાંકળ છુટતાં જ, આ જીવ પવિત્ર થઈ જાય
.        ………………….સ્નેહની સાંકળ શીતળતા વરસાવે.

+++++++++++++++++++++++++++++++++++

January 27th 2014

શ્રવણ

.                     શ્રવણ

તાઃ૨૭/૧/૨૦૧૪                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

સંતાનને શીતળ કેડી દેતાં,માબાપને અનંત આનંદ થાય
ઉજ્વળજીવનનીરાહ લેતાં,સતયુગના શ્રવણથી ઓળખાય
.                  …………………..સંતાનને શીતળ કેડી દેતાં.
પ્રભાત પહોરે વંદન કરી,સુર્યદેવને અર્ચના પ્રેમથી થાય
માતાપિતાના પ્રેમની ચાદર,શીતળ  જીવન આપી જાય
મનને શાંન્તિ તનને શાંન્તિ,સાચી ભક્તિભાવે મળી જાય
કૃપા મળે જલાસાંઇની જીવને,જીવ મુક્તિ માર્ગે જ દોરાય
.                ……………………સંતાનને શીતળ કેડી દેતાં.
ઉજ્વળ સેવા માબાપની કરે,એ જ દીકરો   શ્રવણ કહેવાય
સુખ સાગરને પકડીચાલતા,માબાપને અનંત આનંદથાય
મળે આશીર્વાદનીકેડી જીવને,ત્યાં આધીવ્યાધી ભાગીજાય
રામનામના સ્મરણ માત્રથી,જીવથી પાવન કર્મ થઈ જાય
.                 ……………………સંતાનને શીતળ કેડી દેતાં.

=====================================