January 24th 2014

કુદરતી કોપ

.                  કુદરતી કોપ

તાઃ૨૪/૧/૨૦૧૪                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

જગત આધારા જગત નીયંતા,પ્રભુ જગતના તારણહાર
જીવને ઝંઝટ કર્મથી જગતમાં,આગમન વિદાયને દેનાર
એવા પરમાત્માને જીવનમાં,જીવે કરવા વંદન વારંવાર
.                      ……………….. એવા પરમાત્માને જીવનમાં.
સતયુગ કળીયુગ એ દેહને સ્પર્શે,કર્મનાબંધનથી સહેવાય
માનવતાને જ્યાં સમજે માનવ,ત્યાં નિર્મળતા મેળવાય
અખંડપ્રેમ પરમાત્માને કરતાં,કૃપા જલાસાંઇની થઈજાય
મોહમાયાની ચાદર ઉડતા,જીવ જન્મમરણથી છટકીજાય
.                          ……………….એવા પરમાત્માને જીવનમાં.
સરળ જીવનને છોડી જીવ,જ્યાં અધોગતીના માર્ગે દોરાય
ઘર્મ વટાવી જીવો જગતમાં,કળીયુગે અધર્મના માર્ગે જાય
કુદરતનો ત્યાં કોપવરસે અવનીએ,જે કેદારનાથથી દેખાય
દેખાવના દર્શનને છોડી જીવનમાં,ઘરમાં જલાસાંઇ ભજાય
.                        …………………એવા પરમાત્માને જીવનમાં.

++++++++++++++++++++++++++++++++++

January 23rd 2014

લાયકાત

.                    લાયકાત

તાઃ૨૩/૧/૨૦૧૪                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

કર્મના બંધન જીવની સંગે,જન્મ મરણના બંધને સંધાય
ક્યારે ક્યાં ને કેવો દેહમળે જીવને,પ્રભુકૃપાએજ સમજાય
.               …………………..કર્મના બંધન જીવની સંગે.
જીવને જકડે છે યુગના બંધન,ના કોઇ જ જીવથી છટકાય
સંસ્કારનું સિંચન છેકર્મનીકેડી,જ્યાં જીવબંધનથી બંધાય
રાહ સાચી જીવને મળે છે,જ્યાં પાવન રાહે જીવન દોરાય
સંત જલાસાંઇની કૃપામળે,નિખાલસ જીવન જ્યાંજીવાય
.                …………………..કર્મના બંધન જીવની સંગે.
માનવદેહને તો માયા જકડે,સમય આવતા એ સમજાય
કર્મની શીતળ કેડી જીવનમાં,મોહમાયાથી છટકાવી જાય
વડીલને વંદન પ્રેમે કરતા,આશીર્વાદની હેલી મળી જાય
ઉજ્વલકેડી ભણતરની લેતા,આ માનવજીવન મહેંકીજાય
.                 …………………..કર્મના બંધન જીવની સંગે.

==================================

 

 

January 21st 2014

અભિનંદનની વર્ષા

Amee Patel

 

 

 

 

 

 

 

 

 

 

 

 

.                         અભિનંદનની  વર્ષા

તાઃ ૫/૧/૨૦૧૪                                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

વર્ષી વર્ષા પ્રેમની અમીબેન પર,ગુજરાતી સમાજે બતાવી અહીં
હ્યુસ્ટન વસતા ગુજરાતીઓએ,પ્રેમથી પ્રમુખ બનાવી દીધા ભઈ
.                    ………………………વર્ષી વર્ષા પ્રેમની અમીબેન પર.
પ્રેમ નિખાલસ સંગે રાખીને,સ્નેહસાચો સૌને સદાય દેછે એ અહીં
નિરાધારનો આધાર એ બનીને,વડીલોને વંદન પણ કરે છે જઈ
ઉજ્વળરાહ પતિ રાજુભાઇથી,પત્નીની કેડી લઈને આવ્યા અહીં
સંતાનને સાચી રાહ દીધી,ને સમાજને પ્રેમનીગંગા આપી અહીં
.                    ……………………….વર્ષી વર્ષા પ્રેમની અમીબેન પર.
અમીબેનની અમીવર્ષા લેતા,પ્રેમનીવર્ષાએ પ્રમુખ બનાવ્યાઅહીં
ઉજ્વળતાના પ્રસંગો સાચવી,ગુજરાતીઓને આનંદ કરાવશે ભઈ
મોહમાયા નાકદીય સ્પર્શે તેમને,જ્યાં સંત જલાસાંઈની દ્રષ્ટી થઈ
પ્રદીપને હૈયે આનંદ અનેરો,સંગે રમા,રવિ,દીપલ હરખાય છે અહીં
.                       ………………………વર્ષી વર્ષા પ્રેમની અમીબેન પર.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++
———જય જય ગરવી ગુજરાત….બોલો જય જય ગરવી ગુજરાત…………………….
++++++++++++++++++++++++++++++++++++++++++++++++
.      અમારા  આણંદના અંબાલાલ સાહેબના દીકરા શ્રી રાજુભાઇના પત્ની શ્રીમતી અમીબેન
હ્યુસ્ટનના ગુજરાતી સમાજના વર્ષ ૨૦૧૪ના પ્રમુખ થયા છે જે અમારા સૌ માટે એ ગૌરવ છે.
તેમનો નિખાલસ પ્રેમ અને સાચી લાયકાતે સમાજે તેમને દોર સોંપી છે.તેમના મોટાભાઇ
શ્રી વસંતભાઇ અને ભાભી વીણાબેને પણ સમાજની ઘણી સેવા કરી છે અને અત્યારે પણ કરે છે.
તે સૌને પ્રદીપ બ્રહ્મભટ્ટ પરિવાર તરફથી જયજલારામ અને જય સાંઇબાબા સહિત અભિનંદન.
લી. પ્રદીપ બ્રહ્મભટ્ટ.

—————————————————————————————-

 

 

January 21st 2014

લાગણીની પળ

.                  લાગણીની પળ                  

તાઃ૨૧/૧/૨૦૧૪                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

લાગણી મળે જો મનથી જીવને,આજીવન ઉજ્વળ થાય
પ્રેમની સાંકળ સાચી મળતા,માનવ જીવન મહેંકી જાય
.              …………………લાગણી મળે જો મનથી જઈને.
સરળતાનો સહવાસ મળતા,જીવથી પાવન કર્મો થાય
અતુટબંધન જીવનાછુટતાં,આજીવન પણ નિર્મળ થાય
અંતરથી મળેલ સાચી લાગણી,રાહ સાચી એ લઈ જાય
અસીમકૃપા જલાસાંઇની મળતા,ના અશાંન્તિય દેખાય
.             ………………….લાગણી મળે જો મનથી જઈને.
મનથી થયેલ લાગણી સાચી,નિર્મળતાને આપી જાય
કળીયુગના છાયેલા વાદળને,પ્રેમથી દુર ભગાડીજાય
સાચી લાગણી ને સાચો સ્નેહ,જીવન આમહેંકાવી જાય
કુદરતનીલીલા અવનીએ,સમય સમયે બદલાઈ જાય
.         ……………………લાગણી મળે જો મનથી જઈને.

===================================

January 17th 2014

પ્રગટેલી જ્યોત

.                 પ્રગટેલી જ્યોત

તાઃ૧૭/૧/૨૦૧૪                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

શીતળતાનો સાથ રહે જીવનમાં,ને ખુલે ઉજ્વળતાના દ્વાર
નાહકની કોઇમાગણી જીવની,કે જે બુઝાવે પ્રગટેલી જ્યોત
.               ………………….શીતળતાનો સાથ રહે જીવનમાં.
માનવ જીવન સ્પર્શે જીવને,જે મળતી ચાહતથી જ દેખાય
ઉમંગપ્રેમની મળતીકેડીએ,જીવનમાં સરળતા વહેતીજાય
નિર્મળતાની રાહને પકડતા,જગતના સંબંધોનેય સચવાય
જીવને મળેલ દેહના બંધન,સમય સમયે સરળ થતા જાય
.                ………………….શીતળતાનો સાથ રહે જીવનમાં.
આવી આંગણે પ્રેમ મળતા જીવને,સંગે પ્રભુકૃપાય સહેવાય
ના માગણીની કોઇ કલમ રહે,કે ના મોહ જીવનમાં અથડાય
સરળ જીવનની નિર્મળકેડીએ,જગતે માનવતા મહેંકી જાય
સુખ શાંન્તિના વાદળ ઘેરાતા,સંત જલાસાંઇની કૃપા થાય
.             ………………….. શીતળતાનો સાથ રહે જીવનમાં.

======================================

January 15th 2014

માતાપિતાની દેન

.                       માતાપિતાની દેન

તાઃ૧૫/૧/૨૦૧૪                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળતી મમતા માની પ્રેમથી,ને પિતાથી મળે છે સંસ્કાર
બને જીવનની ઉજ્વળ રાહ, દઈ દે સુખ શાંન્તિનો ભંડાર
.                  ………………..મળતી મમતા માની પ્રેમથી.
મળે સંતાનને શીતળ રાહ,જીવનમાં સદમાર્ગે દોરી જાય
લાગણીમોહને નેવે મુકતા,પાવનકર્મ જીવનમાં થઈજાય
મમતા માતાની મહેંકાવે જીવનને,ના આફતો  અથડાય
સાચીશ્રધ્ધાએ જીવનજીવતા,જલાસાંઇની કૃપાપણ થાય
.               ………………….મળતી મમતા માની પ્રેમથી.
ઉજ્વળ જીવનની કેડી મળે,જ્યાં પ્રેમ પિતાનો મળીજાય
સંસ્કાર સાચવી મહેનત કરતાં,સાચી લાયકાત મેળવાય
ભણતરની ઉત્તમકેડીજગતમાં,મળેલ જ્યોતથીઓળખાય
પાવનકર્મ ને શીતળરાહે,મળેલ આજન્મ સફળ થઈ જાય
.             ……………………મળતી મમતા માની પ્રેમથી.

++++++++++++++++++++++++++++++++++++

 

January 14th 2014

અજબ કેડી

.                       અજબ કેડી                        

તાઃ૧૪/૧/૨૦૧૪                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે માબાપનો પ્રેમ સંતાનને,નિર્મળ રાહ આપી જાય
પાવન જીવનની રાહથી,જીવને અજબકેડી મળી જાય
.         …………………મળે માબાપનો પ્રેમ સંતાનને.
નિર્મળતાના વાદળ વરસતા,મળેલ જીવન મહેંકી જાય
સફળતાની દરેક કેડીએ,ના કોઇ આધી વ્યાધી અથડાય
આશીર્વાદની અજબકૃપાએ,મળેલ આજીવન મહેંકીજાય
પળપળને પારખીલેતા અવનીએ,જન્મ સફળ થઈ જાય
.          …………………મળે માબાપનો પ્રેમ સંતાનને.
આગમન અવનીએ જીવનુ,કર્મના બંધનથી જ બંધાય
માનવતાની મહેંક પ્રસરે,જ્યાં જલાસાંઇની ભક્તિ થાય
અખંડપ્રેમનીજ્યોતપ્રગટતા,જીવનેપવિત્રરાહ મળીજાય
અવનીપરના આગમનને વિદાઇ,મુક્તિમાર્ગ મળી જાય
.         ………………….મળે માબાપનો પ્રેમ સંતાનને.

===================================

 

 

January 12th 2014

ભક્તિની જ્યોત

.                   .ભક્તિની જ્યોત

તાઃ૧૨/૧/૨૦૧૪                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉજ્વળ જીવનની રાહ મળે,જ્યાં મનથી સાચી ભક્તિ થાય
પરમાત્માની પરમકૃપાએ,જીવને ભક્તિ જ્યોત મળી જાય
.                    …………………..ઉજ્વળ જીવનની રાહ મળે.
વાણી વર્તન સચવાઇ જતાં,જીવનની આફત ભાગી જાય
મળી જાય નિર્મળરાહ જીવનમાં,ના અપેક્ષાય કોઇ રખાય
મનનેશાંન્તિ તનનેશાંન્તિ,જલાસાંઇની કૃપાએમળીજાય
લક્ષ્મીમાની અસીમ કૃપાએ,ના માગણી જીવનમાં રખાય
.                   …………………… ઉજ્વળ જીવનની રાહ મળે.
દેહ મળે અવનીએ જીવને,જે જગે કર્મના બંધન કહેવાય
મળે માયા મોહની ચાદર જીવને,જે ભક્તિએ ભાગી જાય
આવી કૃપા મળે પરમાત્માની,જ્યાં નિખાલસ સેવા થાય
ભક્તિની એ અજબ પકડ છે,જે જીવને મુક્તિએ લઈ જાય
.                   …………………… ઉજ્વળ જીવનની રાહ મળે.

====================================

January 11th 2014

માનવી મન

.                      માનવી મન                              

તાઃ૧૧/૧/૨૦૧૪                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

મોહ અને માયાની ચાદર,માનવમનને દઈ દેશે દુઃખ સાગર
ઉજ્વળ જીવનની કેડી છુટતા,લઘરવઘર થઈ જીવો ભમતા
.                       ……………………મોહ અને માયાની ચાદર.
નિર્મળતાના વાદળ વરસે,જ્યાં ભક્તિ સંગે આ જીવન રહેશે
કળીયુગની કેડી લાગે છે શીતળ,જીવન વેડફે એ અવનીપર
જલાસાંઇની જ્યોત નિરાળી,માનવજીવનને એ રાહ દેનારી
કર્મની શીતળકેડી મળે જીવનમાં,સુખશાંન્તિ જીવે સહેવાની
.                        …………………..મોહ અને માયાની ચાદર.
સરળ જીવન ના માગે મળતું,ના કદી એ મોહમાયાને અડતું
મનથી કરેલ સાચી મહેનત,જીવને દે સુખસાગરની સહેમત
અજબદ્રષ્ટિ અવિનાશીની અવનીએ,સાચીભક્તિએ એ સ્પર્શે
શ્રધ્ધાનો સંગાથ ભક્તિએ,ઉજ્વળરાહ જીવને આપે અવનીએ
.                       ……………………મોહ અને માયાની ચાદર.
=====================================

 

January 9th 2014

આઝાદીની પળ

Gandhiji

 

 

 

 

 

 

 

 

 

.                     આઝાદીની પળ

તાઃ૯/૧/૨૦૧૪                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

અજબ તાકાત અવિનાશીએ દીધી,પકડી આઝાદીની પળ
મહાત્મા ગાંધીને હીંમતઆપી,જેણે શુરવીરતાને કરી સફળ
.             ……………………અજબ તાકાત અવિનાશીએ દીધી.
અંગ્રેજોની અજબ શક્તિ જગતમાં,તોય માનવતા મહેંકી ગઈ
શુરવીરોની અડગ શ્રધ્ધાએજ,ભારતદેશને આઝાદી મળી ગઇ
ગાંધીજીની દેશપ્રેમની કેડીમાં,જવાહરલાલ નહેરૂ જોડાયા જઈ
સરદાર વલ્લભભાઇની હિંમતથી,અંગ્રેજો ભારતથી ભાગ્યા ભઈ
.            …………………….અજબ તાકાત અવિનાશીએ દીધી.
ભારતની ભુમી જ છે ન્યારી,અજબ વ્યક્તિઓ જગમાં દેનારી
બળ બુધ્ધિને સાચવી જીવતા,જગતમાં માનવતાને મહેંકાવી
ઉજ્વળ જીવનનીકેડી કળીયુગમાં,પવિત્ર ધરતીથી વહેવડાવી
એ જ આઝાદી ભારતની છે,જે જીવને પાવન કર્મ પણ દેનારી
.             ……………………અજબ તાકાત અવિનાશીએ દીધી.

++++++++++++++++++++++++++++++++++++++

« Previous PageNext Page »