January 8th 2014

बाबाका दर्शन

sai-baba1

 

 

 

 

 

 

 

 

.                बाबाका दर्शन

ताः८/१/२०१४                  प्रदीप ब्रह्मभट्ट

बाबा मेरे बडे दयालु,जीवको भक्तिराह देदे
निर्मळ भावकी भक्तिसे,सांइबाबा दर्शन दे
.                       …………..बाबा मेरे बडे दयालु
पुंजन अर्चन प्रेमसे करके,स्मरण बाबाका हो
मिलती मनको शांन्ति,जीवको उज्वल राह दे
आकरदेते प्रेम भक्तोको,सुखशांन्ति मनको दे
अजब क्रुपा परमात्माकी,एक द्रष्टि बाबाकी दे
.                     …………….बाबा मेरे बडे दयालु
ॐ श्रीसांइनाथाय नमःसे,भक्तिप्रेमसे होती हो
पलपल जीवकी रक्षा करके,ये उज्वलजीवन दे
मानवजन्मकी सफता ही,जीवको मुक्तिराह दे
आंगणे आकर प्रेम दे दे,जहां बाबाकी क्रुपा हो
.                   ……………..बाबा मेरे बडे दयालु
+++++++++++++++++++++++++++

 

January 8th 2014

જાગો જાગો

.                     જાગો જાગો

તાઃ૮/૧/૨૦૧૪                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

જાગો જાગો સવાર પડી ભઈ,લઈ લેજો સુર્યકીરણનો સાથ
ઉજ્વળ જીવનનીએ કેડી ચીંધે,કરજો પાવન જીવન આજ
.             …………………….જાગો જાગો સવાર પડી ભઈ.
પ્રભાત પહોરના પહેલા કિરણે,દેહને પવિત્રતા સ્પર્શી જાય
આંગળી ચીંધે પરમાત્મા જીવને,ત્યાંમોહમાયા ભાગી જાય
સરળ જીવનની નિર્મળ કેડી,જલાસાંઇની કૃપાએ મેળવાય
ભક્તિ કેરો સંગ જીવનમાં રહેતા,મળેલ જીવન પવિત્રથાય
.               ……………………જાગો જાગો સવાર પડી ભઈ.
નિર્મળ પ્રેમની ગંગા વહેતા,જીવને રાહ સાચી મળી જાય
પરમાત્માની કૃપા સ્પર્શતા,મળેલ આજીવન પાવન થાય
લાગણીમોહને દુર રાખતા,કળીયુગથી આકાયા બચી જાય
જન્મમરણના અનેક બંધન છુટતા,જીવ મુક્તિમાર્ગે દોરાય
.               ……………………જાગો જાગો સવાર પડી ભઈ.

=====================================

January 5th 2014

આંગળી પકડે

.                       આંગળી પકડે 

તાઃ૫/૧/૨૦૧૪                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

આંગળી પકડે સાહેબની,અભ્યાસે ઉજ્વળ જીવન થાય
મળી જાય સદમાર્ગ જીવને,મળેલ જન્મસફળ કરી જાય
……….એજ કૃપા જલાસાંઇની જે જીવને રાહ સાચી દઈ જાય.

આંગળી પકડે માબાપની,મળેલ દેહ પાવન થઇ જાય
પળપળને સાચવે પ્રેમથી,સંતાનનુ જીવન મહેંકીજાય
સગાસંબંધીઓના નિખાલસપ્રેમે,પ્રેમ સાગર છલકાય
બાળપણ જુવાનીને સમજી લેતાજ,આફતથી છટકાય
……….એજ કૃપા જલાસાંઇની જે જીવને રાહ સાચી દઈ જાય.

આંગળી પકડે સાધુની,ત્યાંજ માતાથી ભડકાઇ જવાય
ભુલથી સ્પર્શ સ્ત્રી દેહને કરતા,ના સંયમનેકદી સચવાય
દેહ મળ્યો માતાથી જીવને,તોય ભડકતુ જીવન જીવાય
વંદન માતાને નાકરતાં,ભગવું પહેરીઅવનીએ ભટકાય
……….એજ કૃપા જલાસાંઇની જે જીવને રાહ સાચી દઈ જાય.

આંગળી પકડતા સંત જલાસાંઇની,સંસારમાં ભક્તિ થાય
ના મંદીર ચર્ચની વ્યાધી જીવને,નાકોઇ દાનપેટી  દેખાય
નિર્મળ  ભક્તિ  ઘરમાંકરતાં,ભોળાનાથની કૃપા થઇ જાય
સીતારામના સ્મરણ માત્રથી,જીવનો જન્મસફળથઈજાય
……….એજ કૃપા જલાસાંઇની જે જીવને રાહ સાચી દઈ જાય.

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

 

January 4th 2014

શીતળ સંગ

.                    શીતળ સંગ

તાઃ૪/૧/૨૦૧૪                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળતા માનવ દેહ અવનીએ,જીવને અનેક રાહ મળી જાય
નિર્મળભાવે ભક્તિ કરતા,જીવનમાં શીતળ સંગ મળી જાય
.              ………………….મળતા માનવ દેહ અવનીએ.
કર્મ બંધન એ કેડી જીવની,અવનીએ આવન જાવન થાય
માનવદેહને સમજી ચાલતા,જીવે લાગણી મોહ તરછોડાય
અવનીપરનુ આગમન જીવનુ,માનવદેહથી ઉજ્વળ થાય
કર્મનીકેડી ભક્તિ સંગ બાંધતા,મળેલ જન્મસફળ થઇ જાય
.            ……………………મળતા માનવ દેહ અવનીએ.
સંબંધની સીડી છે અનેરી,નાકોઇ જીવથી જગે છટકાવાય
માનવ જીવનમાં શીતળ સંગ મેળવવા,ભક્તિને પકડાય
ઉજ્વળ રાહ મળે જીવનમાં,જ્યાં જલાસાંઇની કૃપા થાય
પ્રેમની વર્ષા અંતરથી મળતા,ના મોહમાયા સ્પર્શી જાય
.             …………………..મળતા માનવ દેહ અવનીએ.

=====================================

January 3rd 2014

વંદન સાહેબને

     Shree Laxmi prashad Thakarji

Laxmiprasad Thakar

 

 

 

 

 

 

 

 

.                        પુજ્ય લક્ષ્મીપ્રસાદ સાહેબ                                   

.                          વંદન સાહેબને                                                             

તાઃ૩/૧/૨૦૧૪                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

વંદન લક્ષ્મીપ્રસાદ સાહેબને,કૃપાએ સંગીતની કેડી મળી જાય
ડી.એન હાઇસ્કુલ યાદ આવતા,સૌ પ્રથમ સાહેબને વંદન થાય
.                  …………………….વંદન લક્ષ્મીપ્રસાદ સાહેબને.
સંગીતના સુરને શીખવા કાજે,તેમને વંદી આશીર્વાદ મેળવાય
ભણતા ભણતા તાલ મેળવી,પ્રાર્થનામાં ભજન મારાથી ગવાય
આશીર્વાદની કેડી મને મળતા,ગોપાલજીત ગ્રુપ શરૂ થઈ થાય
અવાજ પારખી સૌ આનંદ માણતા,આજે પણ તેને યાદ કરાય
.                 …………………….. વંદન લક્ષ્મીપ્રસાદ સાહેબને.
અવનીપરના આગમનને બિરદાવી,પવિત્ર રાહ સૌને દેવાય
એવી ઉજ્વળ કેડી છે તેમની,જેને કદીય કોઇથીય ના ભુલાય
શિક્ષક બનીને સંગીતના ડી.એનમાં,વિધ્યાર્થીઓને ભણાવાય
વંદન મારા સાહેબને જેમને જલાકૃપાએ મુક્તિમાર્ગ મળી જાય
.                 ………………………વંદન લક્ષ્મીપ્રસાદ સાહેબને.
+++++++++++++++++++++++++++++++++++++++
.         .મારા સ્કુલના સંગીતના સાહેબ શ્રી લક્ષ્મીપ્રસાદ ઠાકરે આજે  દેહ મુકી
સંત જલાસાંઇની કૃપાએ મુક્તિમાર્ગ મેળવી સ્વર્ગમાં વાસ કર્યો છે.પરમાત્મા
તે જીવને પરમ શાંન્તિ આપી સ્વર્ગમાં જ વાસ આપે તેવી પ્રાર્થના.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા પરિવાર (હ્યુસ્ટન)
ગોપાલજીત એન્ડ હીઝ ઑરકેસ્ટ્રા,આણંદ તથા સીને સર્કલ,આણંદના જય
જલાસાંઇ સહિત વંદન.

January 2nd 2014

પ્રેમથી પકડ

.                       પ્રેમથી પકડ

તાઃ૨/૧/૨૦૧૪                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને સંબંધ છે પ્રેમથી,જે મનને શાંન્તિ આપી જાય
માનવજીવનની મહેંક મળે,જ્યાં નિર્મળતા સચવાય
.                     ………………….જીવને સંબંધ છે પ્રેમથી.
આંટી ઘુંટી એ પરમાત્માથી,જે કળીયુગમાં બાંધી જાય
દેહ મળતા અવનીએ જીવને,સંબંધથી એ સાંધી જાય
માનવતાની મહેંકપ્રસરે,જ્યાં જીવે પ્રેમથી પકડ થાય
સરળ કેડી મળે જીવનમાં,જ્યાં જલાસાઈની કૃપા થાય
.                  …………………….જીવને સંબંધ છે પ્રેમથી.
કર્મબંધન અવનીના બંધન,ના રાજા રાવણથી તોડાય
અભિમાનને આદર કરતાં,માનવ જીવન વેડફાઇ જાય
મળેલ પ્રેમ અંતરનો જીવને,સદમાર્ગે જ એ દોરી જાય
લાગણી મોહની કાતર છુટતા,જગના બંધન છુટી જાય
.                  …………………… જીવને સંબંધ છે પ્રેમથી.

===================================

January 1st 2014

આધાર

.                    આધાર

તાઃ૧/૧/૨૦૧૪                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિરાધારનો આધાર પ્રભુ છે,સુખદુઃખમાં દેછે  સંગાથ
સરળતાની શીતળ કેડી દેછે,ખોલે છે મુક્તિના એ દ્વાર
એવા પરમકૃપાળુ ભગવાન,સાચી શ્રધ્ધાએ સમજાય.
.         ………………….એતો છે નિરાધારનો આધાર.
મનથી કરેલ ભક્તિએ જીવનમાં,રાહ સાચી મળી જાય
કોઇ દીશામાં પગલુ ભરતા જ,જલાસાંઇનુ સ્મરણ થાય
આવતી આફતને ટકોરીદે,જ્યાં નિર્મળતાએ સેવાથાય
નાકોઇના સંગાથની જરૂરપડે,જ્યાં આધાર પ્રભુનો હોય
.            …………………..એવા પરમકૃપાળુ ભગવાન.
કામણગારી આ કાયાને,કળીયુગે મોહ માયા મળી જાય
ના તાકાત બળવાનની છે,કે તે આનાથી છટકાવી જાય
શ્રધ્ધા રાખી જલાસાંઇને ભજતા,જીવનેએ બચાવી જાય
નાસંગાથ કે સાથની જરૂરપડે,જ્યાંપ્રભુ આધાર બનીજાય
.            …………………..એવા પરમકૃપાળુ ભગવાન.

++++++++++++++++++++++++++++++++++++

« Previous Page