January 29th 2014

શબ્દ વર્ષા

.                          શબ્દ વર્ષા

તાઃ૨૯/૧/૨૦૧૪                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

કયા શબ્દની ક્યારે વર્ષા,એ માનવીના વર્તનથી મેળવાય
અજબકૃપા અવિનાશીની જગે,જે શબ્દની વર્ષાએ સમજાય
.                         ………………….કયા શબ્દની ક્યારે વર્ષા.
નિર્મળતાનો સંગ રાખીને જીવતા,પાવનરાહ સાચી મળી જાય
કુદરતની જ્યાં કૃપા મળે જીવને,પ્રેમના શબ્દોનીજ વર્ષા થાય
ના ઉભરો કે ના ઓવારો જીવનમાં,સરળતાનો સંગ મળી જાય
સંત જલાસાંઇની કૃપા મળતા,જીવને જય જલાસાંઇ સંભળાય
.                          …………………. કયા શબ્દની ક્યારે વર્ષા.
આડી અવળી રાહ પકડતા જીવને,શબ્દોથી ઝાપટ પડતી જાય
ડગલેડગલુ ભરતા જીવનમાં,આડકતરી આફતોજ મળતી જાય
માનવતાની ના મહેંક રહે,કે ના જીવનમાં કોઇ ઉત્સાહ મેળવાય
માનવજીવન વ્યર્થ બની જતાં,શબ્દોથી ઠોકર વાગતી જ જાય
.                        …………………….કયા શબ્દની ક્યારે વર્ષા.

====================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment