February 21st 2018

શ્રધ્ધાભક્તિ

.            .શ્રધ્ધા ભક્તિ           

તાઃ૨૧/૨/૨૦૧૮               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જીવને મળેલ માનવદેહ અવનીપર,પરમાત્માની પરમકૃપા કહેવાય
કર્મસંબંધ તો સ્પર્શે જીવને,જે અનેક જીવોને જન્મમરણ દઈ જાય
......નિર્મળ ભાવથી કરેલ ભક્તિ,જીવને પરમાત્માની કૃપાએ સમજાય.
માનવ દેહનો સંબંધ છે કર્મથી,જે સમય સમયના સ્પર્શેજ મેળવાય
કરેલ કર્મ એજ જીવનો સંબંધ બને,ના કોઇ માનવ દેહથી છટકાય
પાવનકર્મની રાહ મળે માનવીને,જ્યાં નિર્મળ ભાવથી ભક્તિ કરાય
મોહમાયાથી દુર રાખે જીવને,નાદેહને કોઇ અપેક્ષા કદી અડી જાય
......નિર્મળ ભાવથી કરેલ ભક્તિ,જીવને પરમાત્માની કૃપાએ સમજાય.
અનંતકૃપાળુ છે પરમાત્મા અવની પર,જ્યાં શ્રધ્ધા રાખી પુંજન થાય
કળીયુગની અજબશક્તિ છે યુગપર,સુર્યદેવની પુંજાએજ બચાવી જાય
મળેલદેહ એ કરેલકર્મથી મળે,જે જીવનમાં સાચીસમજણ આપી જાય
શ્રધ્ધારાખી પુંજન અર્ચન કરતા ઘરમાં.પરમાત્માનો સહવાસ મળીજાય
......નિર્મળ ભાવથી કરેલ ભક્તિ,જીવને પરમાત્માની કૃપાએ સમજાય.
====================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment