June 16th 2019

પિતાનો પ્રેમ

.             .પિતાનો પ્રેમ   
            
તાઃ૧૬/૬/૨૦૧૯                પ્રદીપ બ્રહ્નભટ્ટ   

નિર્મળ ભાવનાએ જીવન જીવતા,અવનીપરના આગમનને સમજાય
પાવનરાહનો પ્રેમ પારખીને જીવતા,પવિત્ર સંતાનનુ આગમન થાય
.....એજ મળેલ જીવનનો સંગાથ આપી જાય,જે કુળને આગળ લઈ જાય.
સમયને ના પકડાય જગતમાં કોઈથી,પણ સમજણના સંગે ચલાય
માતાપિતાના પાવનપ્રેમથી આગમનમળે જીવને,જે સંતાન કહેવાય
ભુતકાળને પાછળ મુકતા મળેલ દેહને,ઉંમરનો સંગાથ મળી જાય
સમય આવતા જીવનમાં મધર ડે પછી સમયે ફાધર ડેને ઉજવાય
.....એજ મળેલ જીવનનો સંગાથ આપી જાય,જે કુળને આગળ લઈ જાય.
પવિત્રભુમી ભારતછે જગતપર,જ્યાં સંતાન માબાપને પ્રેમઆપીજાય
બીજાદેશોમાં ફાધરડે મધરડે ઉજવે,જે વર્ષમાં એકવાર જ ઉજવાય
કુદરતની આ લીલા જગતપર પ્રસરે,જે ક્ળીયુગના આગમને દેખાય
જીવને મળેલદેહને સમયનો સ્પર્શ થાય,નિર્મળ ભક્તિએજ છટકાય
.....એજ મળેલ જીવનનો સંગાથ આપી જાય,જે કુળને આગળ લઈ જાય.
=========================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment