June 30th 2019

મળેલ શ્રધ્ધા

.              મળેલ શ્રધ્ધા  
તાઃ૨૮/૬/૨૦૧૯                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અવનીપરનુ આગમન છે જીવનુ,જે થયેલ કર્મના બંધનથીજ મળી જાય
પાવનકૃપા મળી પરમાત્માની જીવને,ત્યાં નિર્મળસંસ્કાર સમજીને જીવાય
.....એ મળેલ માનવદેહને પવિત્ર પાવનરાહે,જીવનમાં અનંત શ્રધ્ધા આપી જાય.
સમજણનો સંગાથ મળે જીવનમાં,જે દેહની ઉંમરને પાવનરાહે લઈ જાય
કુદરતની પાવનકેડી અવનીપરના આગમનને સ્પર્શે,જે કર્મ થકી સમજાય
અદભુતલીલાની અનેક રાહ મળે દેહને,જ્યાં નિર્મળશ્રધ્ધાએ ભક્તિ કરાય 
પાવનરાહ અને પાવનપ્રેમ જીવને મળે,એ પવિત્ર ભક્તિએજ મળી જાય
.....એ મળેલ માનવદેહને પવિત્ર પાવનરાહે,જીવનમાં અનંત શ્રધ્ધા આપી જાય.
શ્રધ્ધાભાવનથી સુર્યદેવના દર્શન કરી,ૐ હ્રીં સુર્યાય નમઃનુ સ્મરણ કરાય
મળે જીવનમાં અનંત શાંંતિ દેહને,જે મળેલ દેહને પાવનકર્મ આપી જાય
અનંતકૃપાળુ સુર્યદેવ અવનીપર,જે અનંત વર્ષોથી પ્રત્યક્ષ દર્શન દઈ જાય
નાસંબંધ રહે દેહને જીવનમાં,એજ કૃપા દેવની જે કર્મનાબંધન તોડી જાય
.....એ મળેલ માનવદેહને પવિત્ર પાવનરાહે,જીવનમાં અનંત શ્રધ્ધા આપી જાય.
==============================================================
June 30th 2019

કેડી કર્મની

.                   .કેડી કર્મની

તાઃ૩૦/૬/૨૦૧૯                પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવજીવનનો સંગાથ જીવને,જે થયેલ કર્મના સંબંધથી મેળવાય
સદમાર્ગની રાહ મળે જીવનમાં,એનેજ પાવન કર્મની કેડી કહેવાય
......એ અવનીપરની અદભુત પ્રક્રીયા,જે પરમાત્માની કૃપા જ કહેવાય.
સરળજીવનની રાહ મળે દેહને,જ્યાં નિર્મળભાવનાએ ભક્તિ કરાય
પાવનકર્મનો સંગાથ મળે જીવનમાં,જે દેહને સમય સંગેજ સમજાય
નિર્મળ ભાવના એ જીવન જીવાય,ના કોઇજ મોહમાયા અડી જાય
જે જીવને કળીયુગ અને કુદરતનીકેડીથી બચાવી,શાંંતિ આપી જાય
......એ અવનીપરની અદભુત પ્રક્રીયા,જે પરમાત્માની કૃપા જ કહેવાય.
અનેક સ્વરૂપે દેહ લીધો પરમાત્માએ,ભારતનીભુમી પવિત્ર કરી જાય
સરળ ભાવનાથી ભક્તિ કરતા જીવનમાં,સુખશાંન્તિ પણ મળી જાય
કર્મની કેડી એજ થયેલ કર્મ દેહના,જે જીવને સમય સમયેજ સમજાય
ના કોઇ અપેક્ષા રહે દેહની જીવનમાં,જ્યાં કુદરતની કૃપા વર્ષી જાય
......એ અવનીપરની અદભુત પ્રક્રીયા,જે પરમાત્માની કૃપા જ કહેવાય.
=======================================================