October 31st 2017

શીતળતાનો સહવાસ

.                 . શીતળતાનો સહવાસ

તાઃ૩૧/૧૦/૨૦૧૭                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને મળેલ માનવદેહને અવનીપર,અનેક સંબંધ સ્પર્શી જાય
અદભુતલીલા અવિનાશીની,જે મળેલદેહને અનુભવથી સમજાય
......દેહને શીતળતાનો સહવાસ મળે,જે નિર્મળ ભક્તિએ મેળવાય.
મળેલદેહ એજીવથી થયેલ કર્મથી,અવનીપરના આગમને દેખાય
માનવદેહ મળે જીવને અવનીએ,જે દેહને સમજણ આપી જાય
નિર્મળ ભાવનાએ જીવન જીવતા,ના આશામોહ કદી અડી જાય
શ્રધ્ધા ભાવના એ દેહને સ્પર્શે,જે મળેલ દેહને પાવન કરી જાય
......દેહને શીતળતાનો સહવાસ મળે,જે નિર્મળ ભક્તિએ મેળવાય.
નિમિત બને છે માબાપ અવનીપર,જે સંતાનને દેહ આપી જાય
પાવનરાહને પામવા દેહથીજીવનમાં,કૃપાળુ પરમાત્માની પુંજા થાય 
મળેલ દેહની મહેંક પ્રસરે જીવનમાં,જ્યાં સન્માનનીરાહ મળી જાય
એજ કૃપા સંત જલાસાંઇની જીવનમાં,જીવને મુક્તિમાર્ગે લઈ જાય
......દેહને શીતળતાનો સહવાસ મળે,જે નિર્મળ ભક્તિએ મેળવાય.
=====================================================