October 30th 2017

નિર્મળપ્રેમની ગંગા

.      .નિર્મળપ્રેમની ગંગા

તાઃ૩૦/૧૦/૨૦૧૭        પ્રદીપ બ્રહ્મભટ્ટ 

કર્મના સંબંધ એ દેહને સ્પર્શે,મળેલદેહના વર્તનથી એ દેખાઇ જાય
પાવનકર્મની કેડી સ્પર્શે દેહને,જે પવિત્રભક્તિએ પ્રભુકૃપા દઈ જાય.
.....જીવને મળેલ દેહપર પરમાત્માની કૃપાએ નિર્મળપ્રેમની ગંગા વર્ષી જાય.
અવનીપરનુ આવન જાવનએ સંબંધ જીવનો,મળેલ દેહથી સમજાય
કર્મનીકેડી એ દેહના વર્તનથી દેખાય,જે માનવજીવનને સ્પર્શી જાય
કુદરતની આ અજબલીલા અવનીએ,મળેલદેહથી જીવને અડી જાય
માનવતાની મહેંક પ્રસરે જીવનમાં,જ્યાં પવિત્રપ્રેમ મળતાજ સમજાય
.....જીવને મળેલ દેહપર પરમાત્માની કૃપાએ નિર્મળપ્રેમની ગંગા વર્ષી જાય.
અપેક્ષાને દુર રાખીને જીવન જીવતા,નાકદીય કોઈ મોહ સ્પર્શીજાય
ઉજવળ જીવનની રાહ મળતા દેહને,નિર્મળપ્રેમની ગંગા અડી જાય
ના અગણીતમાયા સ્પર્શે દેહને,કે ના માગણીની રાહ પણ મેળવાય
ઉજ્વળ જીવની રાહમળે જીવનમાં,જ્યાં સંતજલાસાંઇની કૃપા થાય
.....જીવને મળેલ દેહપર પરમાત્માની કૃપાએ નિર્મળપ્રેમની ગંગા વર્ષી જાય.
=======================================================