October 19th 2017

પવિત્ર દીવાળી

. .પવિત્ર દીવાળી

તાઃ૧૯/૧૦/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ

સમયને પકડી ચાલતા જીવનમાં,અનેક તહેવારો આવી જાય
મનને મળતી અનંત શાંન્તિ,પરમાત્માની કૃપાએજ મળી જાય
……એવો પવિત્ર દીવસ આજે છે,જે આસો માસની દીવાળી કહેવાય.
ધર્મકર્મનો સંબંધછે જીવને અવનીએ,માનવદેહ મળતા સમજાય
હિન્દુ ધર્મ એ પવિત્ર ધર્મ છે,જે અનેક આફતથી બચાવી જાય
ના મોહમાયાનો સંબંધ સ્પર્શેજીવને,નાકોઇ અભિમાન મેળવાય
માનવજીવનની મહેંક પ્રસરે,જે મળેલ જન્મને સાર્થક કરી જાય
……એવો પવિત્ર દીવસ આજે છે,જે આસો માસની દીવાળી કહેવાય.
પવિત્રદીવસ એ દીવાળીનો અવનીએ,નવા વર્ષને એ પ્રેરી જાય
મઠીયા ઘુઘરાને પ્રેમથીજ ખાતા,દીવાળીના દીવસને યાદ રખાય
મળે દેહને અનંતશાંન્તિ જીવનમાં,જ્યાં પ્રેમથી તહેવાર ઉજવાય
પવિત્રદીવસની રાહ જોતોમાનવી,વર્ષના અંતને ઓળખાઈ જાય
……એવો પવિત્ર દીવસ આજે છે,જે આસો માસની દીવાળી કહેવાય.
========================================================

October 16th 2017

કુદરતી સ્પર્શ

.           કુદરતી સ્પર્શ   

તાઃ૧૬/૧૦/૨૦૧૭          પ્રદીપ બ્રહ્મભટ્ટ 

કાયાને સ્પર્શે જ્યાં કુદરતી માયા,ના કોઇ જીવથી કદીય દુર રહેવાય
અલખ નિરંજન અવીનાશીની લીલા,એજ અદભુત કૃપા આપી જાય
....લાગણી મોહને દુર રાખતા જીવનમાં,સરળતાનો સંગ પણ મળી જાય. 
મળેલ માનવજીવન એ કર્મનનાબંધન,જગતપર આવનજાવન દઈ જાય
પરમાત્માની પાવનરાહે જીવતા,જીવને ભક્તિનો માર્ગ પણ મળી જાય
અવનીપરનુ આગમન એ બંધનછે જીવના,જન્મમરણના સંબંધે દેખાય
ભુતકાળને સમજીને ચાલતા જીવનમાં,આવતી કાલને સરળ કરી જાય
....લાગણી મોહને દુર રાખતા જીવનમાં,સરળતાનો સંગ પણ મળી જાય.
કુદરતની આઅદભુતલીલા જગતપર,મળેલદેહના સંબંધને સાચવી જાય
નાલાગણી મોહનો સ્પર્શ રહે દેહને,જ્યાં સંત જલાસાંઇની ભક્તિ થાય
નિર્મળ ભાવથી ભક્તિ કરતા જીવનમાં,પાવન રાહની કેડી મળી જાય
કળીયુગ એજ છે કુદરતનીલીલા,જે હેરીકેન સહિત આફત આપી જાય
....લાગણી મોહને દુર રાખતા જીવનમાં,સરળતાનો સંગ પણ મળી જાય.
=======================================================

	
October 8th 2017

આફત આવી


               આફત આવી

તાઃ૮/૧૦/૨૦૧૭                                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

આફત આવી જ્યાં આંગણે,ત્યાં જગતમાં ના કોઇથીય છટકાય
કુદરતની આજ અજબલીલા કહેવાય,જે નાકોઇ જીવથી અંબાય
.....શીતળતાનો સહવાસ મળે દેહને,એ પવિત્ર જીવનની રાહ આપી જાય.
મળેલ પ્રેમ માબાપનો સંતાનને,જે દેહને આફતથી દુર લઈ જાય
નિર્મળ પ્રેમની ગંગા વહે,જ્યાં બહેનનો પ્રેમ આંગળી ચીંધી જાય
આફતને એઆંબી જાય જીવનમાં,જે નિખાલસપ્રેમથી મળી જાય
સાચો વ્હાલ કરેલ બેનનો,આવતી આફતથી ભાઈને બચાવીજાય                    
.....શીતળતાનો સહવાસ મળે દેહને,એ પવિત્ર જીવનની રાહ આપી જાય.        
કાયાને સ્પર્શે માયા જીવનમાં,ના સમય કોઇથીય ક્યારે પકડાય                      
અવનીપરના આગમનનો સ્પર્શ,એ કર્મના બંધનથીજ મળી જાય                
પ્રેમની પાવનકેડી એનિખાલસપ્રેમ,બહેનથી સુખશાંન્તિ દઈ જાય                      
કુદરતની આ અજબલીલા અવનીપર,જે નિર્મળપ્રેમથી મળી જાય                     
.....શીતળતાનો સહવાસ મળે દેહને,એ પવિત્ર જીવનની રાહ આપી જાય.

===================================================

 


 

 

« Previous Page