October 16th 2017

કુદરતી સ્પર્શ

.           કુદરતી સ્પર્શ   

તાઃ૧૬/૧૦/૨૦૧૭          પ્રદીપ બ્રહ્મભટ્ટ 

કાયાને સ્પર્શે જ્યાં કુદરતી માયા,ના કોઇ જીવથી કદીય દુર રહેવાય
અલખ નિરંજન અવીનાશીની લીલા,એજ અદભુત કૃપા આપી જાય
....લાગણી મોહને દુર રાખતા જીવનમાં,સરળતાનો સંગ પણ મળી જાય. 
મળેલ માનવજીવન એ કર્મનનાબંધન,જગતપર આવનજાવન દઈ જાય
પરમાત્માની પાવનરાહે જીવતા,જીવને ભક્તિનો માર્ગ પણ મળી જાય
અવનીપરનુ આગમન એ બંધનછે જીવના,જન્મમરણના સંબંધે દેખાય
ભુતકાળને સમજીને ચાલતા જીવનમાં,આવતી કાલને સરળ કરી જાય
....લાગણી મોહને દુર રાખતા જીવનમાં,સરળતાનો સંગ પણ મળી જાય.
કુદરતની આઅદભુતલીલા જગતપર,મળેલદેહના સંબંધને સાચવી જાય
નાલાગણી મોહનો સ્પર્શ રહે દેહને,જ્યાં સંત જલાસાંઇની ભક્તિ થાય
નિર્મળ ભાવથી ભક્તિ કરતા જીવનમાં,પાવન રાહની કેડી મળી જાય
કળીયુગ એજ છે કુદરતનીલીલા,જે હેરીકેન સહિત આફત આપી જાય
....લાગણી મોહને દુર રાખતા જીવનમાં,સરળતાનો સંગ પણ મળી જાય.
=======================================================

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment