May 16th 2007

અમેરીકાની હવા

                                     અમેરીકાની હવા….
                                                                એક શુધ્ધ ભારતીયની નજરે.
દીકરો.                                                                            પ્રદીપ બ્રહ્મભટ્ટ
મા પહેલા આંસુ આવતાં ને તું યાદ આવતી,આજે તું યાદ આવે છે ને આંસુ આવે છે.
જે દીકરાઓના જન્મ વખતે માબાપે પેંડા વહેંચ્યા તે જ દીકરાઓએ મોટા થઇને માબાપને વહેંચ્યા.
મંગળસુત્ર વેચીને કરજ કરીને પણ તને મોટો કરનાર માબાપને  ઘરની બહાર કાઢનાર દીકરા હવે તારા જીવનમાં અમંગળ સત્ર શરુ થઈ ગયું છે તે જાણી લેજે.
ભાગ માટે ભાંજગડ કરનાર દીકરાઓ બે ચીજ માટે કાયમ ઉદાર બને છે અને તે છે માબાપ.
શ્રવણ બનીને તીર્થયાત્રા ન કરાવી શકો તો ચીંતા નહીં પણ ધરડા માબાપની જીવનયાત્રાને યાતનામયી ન બને તેનું ધ્યાન દીકરો બનીને રાખજે.
માબાપની આંખમાં બે વખત આંસું આવે છે,દીકરી સાસરે જાય ત્યારે અને દીકરો તરછોડે ત્યારે.
બાળપણમાં ગોદ દેનારને ઘડપણમાં દગો દેનાર ન બનતો.માબાપની કુરબાનીને ધ્યાનમાં રાખી કર્મ કરજે જેથી તેમના મસ્તક ઉંચા રહે અને તો જ તમારા બાળકો પણ રાખશે.
બાળપણના આઠ વર્ષ આંગળી પકડીને જે માબાપ તને સ્કુલે લઈ જતા હતા તે માબાપને ઘડપણના આઠ વર્ષ આંગળી ઝાલીને મંદીરે લઈ જજે.
ઘરની માને રડાવે ને મંદીરની માને ચુંદડી ઓઢાડે તો યાદ રાખજે દીકરા,મંદીરની મા ખુશ નહીં જ થાય પણ ખફા તો જરુર થશે જ.
બચપણમાં જે દીકરાને માબાપે બોલતા શીખવાડ્યું એ જ દીકરો ઘડપણમાં માબાપને ચુપ રહેતાં  શીખવાડે છે.
જે દીવસે માબાપ તમારા કારણે રડે છે ત્યારે તમારો કરેલો ધર્મ આંસુમાં વહી જાય છે.
તેં જ્યારે પ્રથમ શ્વાસ લીધો ત્યારે તારા માબાપ તારી પાસે હતાં.તારા માબાપ જ્યારે છેલ્લો શ્વાસ લે ત્યારે તું તેમની પાસે રહેજે.
પત્ની પસંદગીથી મળતી ચીજ છે માબાપ પુણ્યથી મળતી ચીજ છે,પસંદગીથી મળતી ચીજ માટે પુણ્યથી મળતી ચીજને ઠુકરાવશો નહીં.
ઘરનું નામ માતૃછાયા કે પિતૃછાયા પણ તે ઘરમાં માબાપનો પડછાયોય ન પડવા દે એ મકાનનું સાચુંનામ પત્નીછાયા રાખવું એ ઊત્તમ થઈ પડે.
                           ભાગ્યાશાળી ભારતીય.
મા
મારે ખરી પણ માર ના ખાવા દે તે મા.
માબાપના આર્શિવાદ જ જીંદગીને ઉજ્વળ અને ઉન્નત બનાવી શકે છે.
પરમાત્માનું અવતરણ થાય ત્યારે તેમને પણ માની ગોદમાં રમવું પડે છે.મા એતો મા જ છે ત્યાં સૌને નમવું પડે છે અને તે સૌને ગમે છે.
માબાપે આપેલો સાચો વારસો પૈસો નહીં પણ પ્રમાણિકતા અને પવિત્રતા છે.
ગમે તેવા ગુણીજન હોય તોય મા ના સૌ રૂણીજન છે
                                    અને અંતે
ઉપર જીસકા અંત નહીં ઉસે આસમા કહેતે હૈ,જીસકે બીના જહાં નહીં ઉસે મા કહેતે હૈ.

                                     ————————-