May 6th 2007

ગુજ્જુ છુ હું નિરાળો

                            ગુજ્જુ છુ હું નિરાળો          
                                                                              પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગરવો હું ગુજરાતી ભઈ ને રમા મારી છે ગુજરાતણ.
           હ્યુસ્ટન આવ્યા કેમ અમે ભઈ તેની ના કોઈ રામાયણ.
                                                                  ….તેવો ગરવો હું ગુજરાતી.
સુરજ ઉગતા ઝળહળે જેમ જીવન તેમ રવિ અમારો દીપી ઉઠે;
               માનવ મનડાં તૃપ્ત જીવનને સદા નિરંતર તરસી રહે ,
વણ માગેલી આફત જ્યાં આવે ત્યાં ગુજરાતી ભઈ ટકી રહે;
               આકુળ વ્યાકુળ કુંજ ગલીમાં સાચું જીવન તે શોધી રહે.
                                                                 ….તેવો ગરવો હું ગુજરાતી.
જીભે પ્રેમ ને હૈયે હેત માનો મળ્યો ગુજરાતી એક;
               રોજ સવારે ભજન કિર્તન ને સાંજે સાયં દિપ કરે.
પ્રેમ મળે જેને ધરમાં ને જગમાં સૌમાં સ્નેહ જુએ;
        હાથમાં હાથ રાખીને દેતો ટેકો કાયમ હૈયે છે આનંદ દીસે.
                                                                ….તેવો ગરવો હું ગુજરાતી.
વ્હાલું અમારું સંવત વર્ષ દીવાળીએ સૌ આનંદ કરે;
                એકમેકના દુઃખડાં ભૂલીને મનડાં સૌના મળી રહે,
વ્હાલી અમારી દીકરી દીપલ આવી અવની પર તે દીને;
       દેશ ઉજવે દીન ખુશહાલે લાગે જન્મદીન દીકરીનો ઉજવાય.
                                                                ….તેવો ગરવો હું ગુજરાતી.
નથી કોઇ માયા દેહને આજે આત્મા તણો આનંદ મળે;
              પ્રદીપ બની જીવન છે જીવતાં હૈયે આનંદ મળી રહે,
નહીં કોઇ લાલચ નહીં કોઇ મોહ મિથ્યા અમોને લાગે રે;
             સાર્થક જીવન જલાને શરણે ત્યારે સાચો હું ગુજરાતી ભઇ.
                                                                ….તેવો ગરવો હું ગુજરાતી.

                                 xxxxxxxxxx

May 6th 2007

ત્યાં સુધી.

                                   ત્યાં સુધી.        

                                                                           પ્રદીપ બ્રહ્મભટ્ટ
સુરજને શું પુછવું નિશા કેરો અંધકાર ક્યાં લગી?
                  જ્યાં સુધી આકાશમાં ચાંદનીની મૃદુતા છે ત્યાં સુધી.
સહરાની કાયાને શું પૂછવું આવી અગન ક્યાં લગી?
                                  જ્યાં લગી સુરજ પ્રકાશ આપશે ત્યાં સુધી.
અલ્પ જીવી પુષ્પોને શું પુંછવું તારી સૌદર્યતા ક્યાં લગી?
                              જ્યાં સુધી બે પુષ્પોનું મિલન થાય ત્યાં સુધી.
ચમનને શું પુછવું કે તારી પુષ્પ પથારી ક્યાં લગી?
                               જ્યાં સુધી પુષ્પોમાં સજીવનતા છે ત્યાં સુધી.
સજળ નેત્રને શું પુછવું ભીની આંખો ક્યાં લગી?
                                             જ્યાં સુધી હૈયે હેત વરસે ત્યાં સુધી.
કબરમાં સુતેલા દેહને શું પુછવું નિંદ્રા તારી ક્યાં લગી?
                                  જ્યાં સુધી આ નશ્વર દેહ પામશું ત્યાં સુધી.
ર્નિવસ્ત્ર કે કંગાળને શું પુછવું જીંદગીના તમાશા ક્યાં લગી?
                               જ્યાં લગી જીવનમાં હર્ષ ન આવે ત્યાં સુધી.
થાકેલા જીવને શું પુછવું મૌન ધારણ ક્યાં લગી?
                                        જ્યાં લગી પ્રદીપ મૌન સેવે ત્યાં સુધી.
            —-****—-****—–****

May 6th 2007

ક્યાં સુધી?

                                        ક્યાં સુધી?

                                                                          પ્રદીપ બ્રહ્મભટ્ટ
 સુરજનો  આ  તાપ ક્યાં સુધી ?         જ્યાં  સુધી  આ   પ્રુથ્વી છે ત્યાં  સુધી.
 ચાંદાની આ ચાંદની ક્યાં સુધી ? જ્યાં સુધી સુરજનોસહવાસ છે ત્યાંસુધી.
 માયાની આ જંજાળ  ક્યાં સુધી ?        જ્યાં  સુધી  જન્મો મળશે  ત્યાં  સુધી.
 પતિપત્નિનો  આ પ્રેમ ક્યાં સુધી ?       જ્યાં  સુધી  સ્નેહે  જીવ્યાં  ત્યાં  સુધી.
 બાળકોને  લાડ પ્રેમ  ક્યાં સુધી?    જ્યાં સુધી માબાપની સાથેછે ત્યાં સુધી.
 સંતોના આ માન ક્યાં સુધી ?          જ્યાં સુધી  પ્રભુનું  શરણું  છે ત્યાં સુધી.
 ભણતરનો આ પ્રકાશ ક્યાં સુધી ?       જ્યાં સુધી  બુધ્ધિ  પહોંચે  ત્યાં સુધી.
 પ્રદીપ બનશો ક્યાં સુધી ?                જ્યાં  સુધી  આ જીવન  છે  ત્યાં સુધી.
 મારું મારું કરશો ક્યાં સુધી ?        જ્યાં સુધી સ્વાર્થ  વળગેલ છે ત્યાં સુધી.
 મનનું  મિલન છે ક્યાં સુધી?             જ્યાં સુધી મન મળેલા છે  ત્યાં સુધી. તનનો આ સંબંધ છે ક્યાં સુધી?     જ્યાં સુધી કર્મ બંધાયેલા છે ત્યાં સુધી.
                                           ———–                                       

May 6th 2007

સાતવાર

                                            સાતવાર

મે ૧૧,૨૦૦૬                                                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

સાતવારની સરળ વાત ભાઈ,ના તેમાં કોઈદ્વીધા ભઈ,
                      સોમવાર ને મંગળવાર, બુધવાર ને ગુરુવાર,
                                શુક્રવાર ને શનિવાર, અને અંતે આવે રવિવાર.
                                                               ……ભઈ અંતે આવે રવિવાર

અકળ જગતમાં માનવી જન્મે, સાતવારના વારે એક,
              જગતપિતાની લીલા એવી, મૃત્યુ પામે સાતવારના વારે એક.
                                                              ……ભઈ સાતવારના વારે એક

ના માયા ના મોહ પ્રભુને,અર્પણ સૌ જગતના જીવોને,
             ખેલ જગતનો હાથમાં તેના, તોય ના દીઠા પરમેશ્વરને.
                                                          ….ભઈ તોય ના દીઠા પરમેશ્વરને

કોણ કોનું ને કોણ મારું, જન્મની સાથે મને મળે,
              મૃત્યુ મળતાં જગમાં જીવને, કોઈ સંબંધ રહે નહીં.
                                                            ……..ભઈ કોઈ સંબંધ રહે નહીં

દેહ પડ્યો આ પૃથ્વી પર ,સગા સૌ વિદાય કરે,
              મળશે પંચભુતમાં ત્યારે,સગા સૌ વિસરી જશે.
                                                            ……ભઈ સગા સૌ વિસરી જશે.

જન્મદાતા ને દુઃખ હરતાં,પરમ કૃપાળુ  પરમાત્મા,
             આત્માતારો અમર થાશે, પ્રદીપ બની જો જીવી જશે.
                                                        ….તું પ્રદીપ બની જો જીવી જશે.

પળમાં સૌ તમને નમશે, જો પ્રેમ પ્રભુ પ્રત્યે હશે,
              જન્મ મરણના આ બંધનમાંથી,પ્રભુ તમને મુક્ત કરશે.
                                                           ….ભઈ પ્રભુ તમને મુક્ત કરશે.

                                    ————