May 18th 2007

સપનું આવ્યું

          એક અનોખુ …………સપનું આવ્યું
                                                                         પ્રદીપ બ્રહ્મભટ્ટ
સપનું આવ્યું, સપનું  આવ્યું, સોમવારની  રાત્રે મુજને; 
                                                               એક અનોખું સપનું આવ્યું.
મુજને ગમતું, લોભતું મનને, આનંદની એક  લહેર સમું;
                                                               એક અનોખું સપનું આવ્યું.
કામણ મારી કાયા લાગે,મસ્ત બની મનમોર સમ નાચે;
                                                        એવુ એક અનોખું સપનું આવ્યું.
મૃદંગ વાગે ઢોલ વાગે, તનમન સૌના ડોલતા લાગે;
                                                         એવુ એક અનોખું સપનું આવ્યું.
કિલ્લોલ કરંતી,નૃત્ય કરંતી,માનવમેદની ચારે કોર ઘુમે;
                                                         એવુ એક અનોખું સપનું આવ્યું.
હળદર રંગી કાયામારી,સુરવાર કુરતો શોભે દેહે,માથે મુગટ મારે;
                                                         એવુ એક અનોખું સપનું આવ્યું.
સવાર હતો હું અશ્વ તણો ને દેતો પગના ઠેકા ધીમે ધીમે
                                                         એવુ એક અનોખું સપનું આવ્યું.
બંધ પડર જ્યાં ખુલી ગયા ત્યાં રાત્રીનો અંધકાર દીસે.
       પડ્યો પથારી પરથી જ્યારે માન્યું એ ઘોડા એ ઠેકી છે દીધી;
           લાગ્યું મુજને ત્યારે આ તો રાત્રીનું એક સ્વપ્ન હતું,
               સુઈ ગયો મન મારી ત્યારે આંખોમાં ઊંધનો અણસાર હતો.
ચાર પ્રહરની રાત્રી વીતે ધીમેધીમે,વાત વિચારો મનમાં રહેતા પરોઢીયે ભઈ
                                                                 એક અનોખું સપનું આવ્યું.
દીઠો માનવ  ભીખ માગતો, છતે પૈસે  બે  હાથ  ધરે
                                                             એવુ એક અનોખું સપનું આવ્યું.
આવે એક પછી એક,  વારે વારે  ભિક્ષા લેવા કાજે
                                                             એવુ એક અનોખું સપનું આવ્યું.
રાજા  જેવો  લાગતો માણસ ,રંક બનીને હાથ ધરે
                                                              એવુ એક અનોખું સપનું આવ્યું.
હતા સૌ  એકમેકની  પાછળ  સૌની પાછળ  હુંય હતો
                                                              એવુ એક અનોખું સપનું આવ્યું.
વાદળ ગાજ્યા કાળા ભમ્મર ચારે કોર દીસે આવ્યો અચાનક મેધ,
                                                              એવુ એક અનોખું સપનું આવ્યું.
મોંઢું મારું ભીજાયું પાણીએ જાગવા મુજ પર છાલક એક મારી
                               લાગ્યું ત્યારે આતો છે ભઈ પરોઠીયાનું સપનું સાચું.
                                                ————–