સુખદુઃખનો સંગાથ
. .સુખદુઃખનો સંગાથ
તાઃ૯/૩/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર જીવનનીરાહ મળે જીવને,જ્યાં નિર્મળભક્તિ થાય
સુખની શીતળ કેડીને પામતા,દુઃખનો દરીયો ભાગી જાય
.       ………………એજ સાચી ભક્તિ જે મોહમાયાને આંબી જાય.
દેહ મળે જ્યાં માનવનો જીવને,અવનીએ આગમન દેખાય
માતાપિતાની સ્નેહાળ રાહે,જીવને અનંત શાંન્તિ મળીજાય
પ્રેમની સાચી પરખ ભક્તિથી,જે જીવને સદમાર્ગે દોરી જાય
અવનીપરનુ આગમન કૃપાથી,જીવને આગમનથીસમજાય
.       ………………એજ સાચી ભક્તિ જે મોહમાયાને આંબી જાય.
અનંત કૃપાળુ છે અવીનાશીની,જીવથી થતા કર્મથી દેખાય
સાચી ભક્તિનો સંગ અંતરથી,જે જીવનમાં સુખથી મેળવાય
અડે જીવને મોહમાયા  કળીયુગી,ત્યાં દુઃખ આવીને મળી જાય
નાઅપેક્ષા નાઅભિમાન અડે,ત્યાં સુખદઃખનો સંગાથ સમજાય
.       …………………એજ સાચી ભક્તિ જે મોહમાયાને આંબી જાય.
======================================