March 10th 2015

કુળદેવી

.                        .કુળદેવી

તાઃ૧૦/૩/૨૦૧૫                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

કુળદેવી મા કાળકા આવી,કાસોરથી કૃપા કરવાને આજ
પાવાગઢની પવિત્ર રાહથી,આવી ભક્તિ જ્યોતનીસાથ
…….એવી અજબકૃપા માતારી,ઉજ્વળ ભક્તિરાહ દઈ જાય.
માડી તારા ચરણ સ્પર્શતા,પ્રદીપને શાંન્તિ મળી જાય
આશીર્વાદ મળતા માતારા,જીવનની ઝંઝટ ભાગીજાય
કુળદેવીનો પ્રેમછે સાચો,પાવાગઢથી કાસોરઆવીજાય
ભક્તિપ્રેમ અંતરથી સચવાતા,અસીમકૃપા મળી જાય
…….એવી અજબકૃપા માતારી,ઉજ્વળ ભક્તિરાહ દઈ જાય.
ૐ ક્રીમ કાલિયે નમઃના સ્મરણે,આજીવન ઉજ્વળ થાય
મોહમાયાને દુર રાખતા જીવનમાં,સુખશાંન્તિ મળી જાય
પ્રેમનીસાચી પરખપામતા,રમા,રવિ,દીપલ સંગે હરખાય
મળેલ માનવદેહ જગે,કુળદેવીની કૃપાએ મુક્તિએ દોરાય
…….એવી અજબકૃપા માતારી,ઉજ્વળ ભક્તિરાહ દઈ જાય.
=================================================
.       . કુળદેવી માતા કાળકાનો અનુભવ થતાં આ કાવ્ય માતાના
ચરણોમાં વંદન સહિત પદીપ તથા પરિવાર તરફથી સપ્રેમ ભેંટ

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment