March 26th 2020
. .મળે માયા
તાઃ૨૬/૩/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માયા જીવને જીવનમાં,અનેક માર્ગે દોરીને લઈ જાય
કર્મનાસંબંધ તો જીવને અવનીપર,આવન જાવનથી સમજાય
..... મળેલ માનવદેહ જીવને,જીવનમાં અનેક કર્મ કરાવી જાય.
સમયની સંગે ચાલતા દેહને,કળીયુગ સતયુગ વર્તનથી દેખાય
ભુમીપર જન્મથી મળેલ જીવને,કુટુંબના સંબંધનો સ્પર્શ થાય
વાણી વર્તનએ દેહનો સંબંધ,જે ઉંમરમાં થતા કર્મથી દેખાય
સરળ રાહ મળે જીવનમાં દેહને,જે જીવના વર્તનથી મેળવાય
..... મળેલ માનવદેહ જીવને,જીવનમાં અનેક કર્મ કરાવી જાય.
અવનીપરના યુગથી નાકોઇજ દેહથી સમયથીકદી દુર રહેવાય
કર્મના બંધનએ જીવના છે,જે દેહને વાણીવર્તનથી અનુભવાય
પાવનરાહે જીવવા દેહથી,નિર્મળ ભાવનાથી ભક્તિમાર્ગે ચલાય
પવિત્રરાહે મળે સંતનાઆશિર્વાદ દેહને પવિત્રજીવન આપીજાય
..... મળેલ માનવદેહ જીવને,જીવનમાં અનેક કર્મ કરાવી જાય.
=====================================================
No comments yet.