December 25th 2015
. .સંસારી સીડી
તાઃ૨૫/૧૨/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
દેહ મળે અવનીએ જીવને,ત્યાં કુટુંબનીકેડી મળી જાય
મળે માબાપનો પ્રેમ જીવને,જ્યાં સંતાન થઈ અવાય
…………એજ અજબલીલા જગતપિતાની,જે કર્મનીકેડીથી બંધાય.
માનવદેહ મળે જીવને અવનીએ,જે સંસારથી બંધાય
જન્મે જન્મના સંબંધ જીવના,દેહ મળે સમજાઈ જાય
આગમન વિદાય સમયનીસીડી,પ્રભુકૃપાએમેળવાય
મૃત્યુ મળતા દેહને કુટુંબથી,સંસારની સીડી છુટી જાય
…………એજ અજબલીલા જગતપિતાની,જે કર્મનીકેડીથી બંધાય.
જીવના બંધન દેહ મળતા,ભાઇ બહેનનો સંબંધ થાય
પતિપત્નીના પ્રેમની પરખ,જ્યાં માબાપ થઈ જવાય
કુટુંબ એ છે કર્મના બંધન,જે દેહને જીવ મળે સમજાય
સાચીભક્તિએ મુક્તિરાહ,જેજીવને બંધનથી છોડીજાય
…………એજ અજબલીલા જગતપિતાની,જે કર્મનીકેડીથી બંધાય.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
December 23rd 2015
. . સબળ પ્રેમ
તાઃ૨૩/૧૨/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નિર્મળ પ્રેમની ગંગા વહેતા,જીવનમાં રાહ સાચી મળી જાય
સબળપ્રેમ જીવનમાં મળતા,પવિત્રકર્મ જીવનમાં થઈ જાય
……માયા,મોહને મમતા છુટતા જીવનમાં,મળેલ દેહને રાહ આપી જાય.
મળેલ પ્રેમ અંતરથી સાચો,જીવનમાં ઉજ્વળતાને આપી જાય
આશીર્વાદની નિર્મળરાહે,જીવને મળેલ દેહથી પાવનકર્મ થાય
આવી આંગણે કૃપા રહે પ્રભુની,જે જીવને સબળપ્રેમ આપીજાય
આધીવ્યાધી નાઆવે જીવનમાં,જ્યાં પવિત્રજીવન જીવી જવાય
……માયા,મોહને મમતા છુટતા જીવનમાં,મળેલ દેહને રાહ આપી જાય.
આજકાલ એ દેહને સ્પર્શે,જે જીવને દેહ મળતા સમજાઇ જાય
જન્મ મરણએ જીવના સંબંધ,જે કરેલ કર્મના બંધને મેળવાય
અવનીપરનુ આવન જાવન,એજ કર્મથી આંગળી ચીંધી જાય
નિર્મળ જીવન જીવતા અવનીએ,પરમાત્માની કૃપા થઈ જાય
……માયા,મોહને મમતા છુટતા જીવનમાં,મળેલ દેહને રાહ આપી જાય.
============================================
December 21st 2015
. .સમજદાર
તાઃ૨૦/૧૨/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપા થાય પરમાત્માની,ત્યાં જીવને રાહ મળી જાય
અવનીપરનુ આગમન સમજતા,પાવનકર્મ જીવથી થાય
……..એજ સાચી સમજણ છે જીવની,જે સમજદારને સમજાય.
અંતરમાં આનંદ અનેરો,જીવનને ઉજ્વળ એ કરી જાય
પ્રેમ ભાવના સંગે રહેતા,મળેલ જન્મ પાવન કરી જાય
અપેક્ષાની ના કોઇ કેડી મળે,એજ સરળ જીવન કહેવાય
માયામોહને સમજી લેતા,જીવનો જન્મ સફળ થઈ જાય
………એજ સાચી સમજણ છે જીવની,જે સમજદારને સમજાય.
માનવદેહ એકૃપા પ્રભુની,જે મળેલ દેહથી જીવને દેખાય
ભક્તિપ્રેમની સાચીરાહે,જીવપર પરમાત્માની કૃપા થાય
કર્મનાબંધન એ સંબંધ જીવના,જે જન્મો જન્મથી સંકડાય
મળે દેહને મુક્તિ અવનીથી,જે શ્રધ્ધા ભક્તિથી મળી જાય
………એજ સાચી સમજણ છે જીવની,જે સમજદારને સમજાય.
======================================
December 7th 2015
. .પ્રેમાળ જીવન
તાઃ૭/૧૨/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રેમની પકડી શીતળ કેડી સંગે ,જીવને સુખશાંન્તિ મળી જાય
ઉજ્વળતાની પાવનકેડીએ જીવતા,પાવનકર્મ જીવનમાં થાય
……….એ જ માતાની કૃપા કહેવાય,દેહને ઉજ્વળ જીવન એ દઈ જાય.
મમતા માતાની મળે જીવનમાં,બાળપણને એ સાચવી જાય
પેમની અદભુત કેડી મેળવતા,ના દુઃખ જીવનમાં સ્પર્શી જાય
સંસ્કાર સાચવી જીવન જીવતા,જીવને અનંત પ્રેમ મળી જાય
ના મોહમાયા કે ના માન અપમાન,કદીયે દેહનેય જકડી જાય
……….એ જ માતાની કૃપા કહેવાય,દેહને ઉજ્વળ જીવન એ દઈ જાય.
પિતા પ્રેમની લાગણી છે સાચી,જીવને રાહ સાચીજ દઈ જાય
ભણતરની સાચીરાહ પકડતા,જીવનમાં ના આફત અડી જાય
મળે બાળકને ઉજ્વળ જીવન,જે જીવનની રાહ સાચી કહેવાય
પવિત્ર પ્રેમની રાહને પકડતા,જીવનમાં સુખસાગર છલકાય
……….એ જ માતાની કૃપા કહેવાય,દેહને ઉજ્વળ જીવન એ દઈ જાય.
========================================
November 28th 2015
. . નજર મળે
તાઃ૨૮/૧૧/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવજીવનની મહેંક પ્રસરે,જ્યાં માનવતા સ્પર્શી જાય
અવનીપરના આગમનને અડે,એ નજર પ્રેમની કહેવાય
………..કરેલ કર્મની એ નિખાલસ કેડી,જે જન્મ સફળ કરી જાય.
દેહ મળે અવનીએ જીવને,જે સંબંધના સ્પર્શેજ સમજાય
કોણ ક્યારે મળશે જીવનમાં,એજ સમયની સીડી કહેવાય
નજર મળે નિખાલસ પ્રેમની જીવને,જે શાંન્તિ આપી જાય
અભિમાનને આંબે માનવી,જ્યાં નિર્મળભક્તિએ કૃપા થાય
……..પ્રેમમળેલ અંતરનો જીવનમાં,જીવને પવિત્રરાહ દઈ જાય.
જીવને ઉજ્વળ રાહ મળે,જ્યાં સાચો નિર્મળપ્રેમ મળી જાય
ઉજ્વળતાનાવાદળવર્ષે જીવનમાં,નાવ્યાધી કોઈઅથડાય
ભક્તિભાવને સંગે રાખતા,જીવનમાં પરમાત્માની કૃપાથાય
અપેક્ષાની નાકોઇ એડી અડે જીવને,માનવતા મહેંકવી જાય
……….એજ નિખાલસ પ્રેમ લઈ જીવતા,પાવન કર્મનો સંગ થાય
=======================================
November 20th 2015
. . સરળ સેવા
તાઃ૨૦/૧૧/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હાથ પકડી ચાલતા સંગીનીનો,નિર્મળ જીવન જીવાય
ના માગણી કે ના કોઇ મોહ રહે,ત્યાં જીવન સરળ થાય
………..જન્મ મરણના બંધનને જગે,ના કોઇ જ જીવથી છોડાય.
મળેલ સાચો પ્રેમ નિખાલસ,જીવને શાંન્તિજ આપી જાય
ક્રોધ મોહ આંબીને જીવતાજ,પરમાત્માની કૃપા થઈ જાય
શ્રધ્ધાથી કરેલ સેવાસાચી,જીવને સરળ જીવન દઈ જાય
દેહનો અંત નજીકઆવતા,જીવથી સરળ સેવા થતી જાય
……….એ જ કર્મની સરળ કેડી છે,જે જીવને મુક્તિએ દોરી જાય.
મારુતારુની માગણી છોડતા,કળીયુગી માયાથી દુર જવાય
શાંન્તિનો સહેવાસ મળે,જે જલાસાંઇનીભક્તિએ મળી જાય
કુદરતની અસીમલીલા,જે કોઇ જીવને ક્યારેય ના સમજાય
સરળ જીવનમાં સરળ સેવા,એ જ પવિત્ર કર્મ કરાવી જાય
………..મળેલ જીવને દેહ અવનીએ,જે પ્રત્યક્ષ દેહથી જ દેખાય.
======================================
November 11th 2015
. .સમયની કેડી
તાઃ૧૧/૧૧/૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમયની કેડી છે સાંકડી,ના કોઇ જીવથીય છટકાય
૧+૧+૧+૧+૧ ને ગણતા,અંતે સરવાળો ૫ થઈજાય
……અજબલીલા અવિનાશીની,જે સમયની કેડી એ સમજાય.
અજબકેડી છે આંકડાની,જે લાખોવર્ષોથી ચાલી જાય
નામળે સંગાથબીજાનો,જગતમાં એકવખત મેળવાય
અજબ નિરંજન પરમાત્મા,વિશ્વમાંઅનેક રૂપે દેખાય
સુર્યનારાયણ એદેવ છે,દુનીયામાં જીવોનેદર્શન થાય
…..એ પરમાત્માની કૃપા,જે જીવોને સવારસાંજ બતાવી જાય.
આગમન અવની પર જીવનું,વર્ષોથી એ ગણાઈ જાય
આંકડાની આઅજબ ગણતરી,એકજ વાર જીવને દેખાય
ગણતરીની ના જરૂર જગતમાં,જે અજબલીલા કહેવાય
સરવાળાને સમજી ચાલતા,પરમાત્માનો પ્રેમ મળીજાય
…..જ્યાં જન્મમરણને છોડવા,જીવથી સુર્યનારાયણની પુંજાથાય
========================================
November 9th 2015
. .કરેલ કામ
તાઃ૯/૧૧/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હાથમાં પકડી સાવરણી,ત્યાં તમારુ ઘર ચોખ્ખુ થઈ જાય
નિશ્વાર્થ ભાવથી કામ કરતાં,જીવને ઉજ્વળતા મળી જાય
…………પવિત્ર ભાવનાનો સંગ રાખતા,માનવતા મળતી જાય.
તોતડી પકડી વાણી જ્યાં,ત્યાં મિત્રતા દુર ભાગતી જાય
નામળે સંગાથ કોઇનો જીવનમાં,જ્યાં દેખાવ મળી જાય
અણ સમજે અભિમાન કરતાં,જીવે દુખના વાદળ વેરાય
ના મળે શાંન્તિ જીવનમાં,કે ના કોઇનો સંગાથ મેળવાય
…………..એ જ આફતનો આશરો બને,ના કોઇ જીવથી છટકાય.
નિર્મળ ભાવથી મળેલ કર્મ કરતાં,સફળતા મળતી જાય
મન મકાન ને માનવતા ચોખ્ખી રાખતા,દુઃખો દુર જાય
અનંત સાચોપ્રેમ મળે જીવનમાં,પવિત્રજીવન થઈજાય
સુર્યદેવનીકૃપા મળતા જીવની,સવારસાંજ ઉજળી થાય
………કરેલ કર્મ જીવનમાં શ્રધ્ધાએ,અનંતશાંન્તિ વર્ષાવી જાય.
=======================================
November 3rd 2015
. . પવિત્ર તહેવારો
તાઃ૩/૧૧/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિન્દુ ધર્મની છે પવિત્રતા,તેના પવિત્ર તહેવારથી દેખાય
વર્ષમાં આવતા તહેવારો,જીવની માનવતા મહેંકાવી જાય
………..એ જ અસીમ કૃપા પરમાત્માની,જ્યાં પ્રસંગનો પ્રેમ મેળવાય.
અવનીપરનુ આગમન જીવને,માબાપનોપ્રેમ આપી જાય
સરળતાથી જીવન જીવતા,ભાઈ બહેનનો પ્રેમ મળી જાય
કુટુંબનીનિર્મળકેડીએ ચાલતા,પ્રસંગોને આનંદથીઉજવાય
એજ સાચીપવિત્રતા કહેવાય,જ્યાં પરમાત્માને વંદન થાય
……..એ અસીમકૃપા જલાસાંઇની કહેવાય,જ્યાં સંસારમાં પ્રેમે જીવાય
પ્રસંગને પકડી પ્રેમે ચાલતા,અનેકની પ્રેમવર્ષા થઈ જાય
બહેનનો પ્રેમ મળે ભાઈને,જ્યાં રક્ષાબંધને રાખડી બંધાય
જન્મદીનની યાદરાખતા,સમયે હેપ્પીબર્થડેપણ સંભળાય
નુતન વર્ષાભિનંદન નવરાત્રી જતાં,દીવાળીએ ઉજવાય
…………એ જ પવિત્ર તહેવારો હિન્દુ ધર્મના, જેને વર્ષે વર્ષ ઉજવાય.
+++++++++++++++++++++++++++++++++++++++++
October 29th 2015
. .સ્નેહની જ્યોત
તાઃ૨૯/૧૦/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમ સ્નેહની પ્રેમાળ જ્યોતે,દેહનીમાનવતા મહેંકી જાય
કુદરતની આ અજબલીલા,અવનીપર આગમને સહેવાય
………સમજણની સાચી રાહે ચાલતા,પરમાત્માની કૃપા થઈ જાય.
નિર્મળ જીવનનીરાહ મળે,જ્યાં અપેક્ષાઓથી દુર રહેવાય
મળે પ્રેમની કેડી જીવનમાં,જે જીવનને પાવન કરી જાય
સુખ શાંન્તિના વાદળ વર્ષે,ના કોઈથી જગતમાં છટકાય
પળેપળને સમજી ચાલતા,જીવનેઅનંતશાંન્તિ મળીજાય
………સમજણની સાચી રાહે ચાલતા,પરમાત્માની કૃપા થઈ જાય.
કર્મના બંધન જીવને જકડે,જ્યાં જન્મમરણ બંધાઈ જાય
અવનીપરનો સંબંધ તો જીવને,અનેક દેહથી સ્પર્શી જાય
કરેલકર્મએ જીવનેજકડે,જે જીવનુ આવનજાવન કહેવાય
મળેલ સાચો પ્રેમ માનવને,જ્યોત બની નેજ સ્પર્શી જાય
………સમજણની સાચી રાહે ચાલતા,પરમાત્માની કૃપા થઈ જાય.
============================================