September 5th 2012
. .આવતી કાલ
તાઃ૫/૯/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઉજ્વળ આવતી કાલ મળે, જ્યાં આજને આજ કહેવાય
પરખ ના કોઇને કાલની,જ્યાં આજ ના કોઇને સમજાય
. …………………..ઉજ્વલ આવતી કાલ મળે.
શીતળતાનો સંગ રાખતાં,ના મુંઝવણ કોઇજ ભટકાય
મળે પ્રેમ જલાસાંઇનો સાચો,ને જન્મ સફળ થઈ જાય
આજ ઓળખીને કરેલ મહેનતે,આવતી કાલ હરખાય
સજ્જનતાનાસોપાન મળતાં,જીવપાવનકર્મોથીબંધાય
. ……………………ઉજ્વલ આવતી કાલ મળે.
માળીયે મુકેલ મુંઝવણ મનની,જીવને શાંન્તિ આપી જાય
સમયને પારખી હિંમત કરતાં,સર્વ કામ સફળ થઈ જાય
આવતીકાલની રાહના જોતાં,આજને જે પકડીને હરખાય
ઉજ્વળમળતાં સમયનેજાણી,જીવનેમુક્તિમાર્ગમળીજાય
. …………………….ઉજ્વલ આવતી કાલ મળે.
========================================
September 2nd 2012
. .સુંદરતાનો સંગ
તાઃ૨/૯/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સુંદરતાનો સાથ મળતાં,મને સાથ મળી ગયો ભઈ
કળીયુગના સંસારમાં હવે,નામાગણી મારીકોઇ રહી
.. …………….અરે ભઈ મને બધુ મળી ગયુ છે અહીં.
વરસે પ્રેમનીવર્ષા અહીંયા,ના જે એકલતાને સહેવાય
અપેક્ષાપહેલા માગણીસમજતાં,સરળતાએ મળી જાય
એક જ્યોત પ્રગટતાં પહેલાં,મારું જીવન પ્રસરી જાય
કૃપામળે પરમાત્માની દેહે,ત્યાં મળેલ દેહ સુંદર થાય
. ………………….સુંદરતાનો સાથ મળતાં.
મળે જ્યાં દેહને દેખાવ જગે,ત્યાં નાવ્યાધી કોઇ રહી
આંટાફેરા શરૂથતાં લોભીના,બધુ મફતમાંમળતું અહીં
લીપસ્ટીક લાલી લાગતાં મોંએ,ઘણી નજર પડી ગઈ
સહવાસ લેવા સુંદરતાનો,ચારેબાજુ ફરતા થયા અહીં
. …………………..સુંદરતાનો સાથ મળતાં.
+++++++++++++++++++++++++++++++++++++
August 29th 2012
. .અંતરની લાગણી
તાઃ૨૯/૮/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રેમ મળે જ્યાં ખોબામાં,ત્યાં સમજણ આવી જાય
કોનોકેટલો અને સાચો કેટલો,મળતાએ સમજાય
. ………………….પ્રેમ મળે જ્યાં ખોબામાં.
ધીરજ રાખી સમય પકડતાં,પાવન જ્યોત મળી જાય
મોહમાયા પર કાતરમુકતાં,નિર્મળરાહ પણ મળીજાય
સુખસાગરની કેડી મળતાં,માનવજન્મસફળથઈ જાય
તનને શાંન્તિ મનને પણ શાંન્તિ,ઉજ્વળ જીવન થાય
. ……………………પ્રેમ મળે જ્યાં ખોબામાં.
આધી વ્યાધી ને આંબી લેતા,જીવન સરળ મળી જાય
કૃપાઆવી મળે જીવનેજ્યાં,ત્યાં પ્રભુપ્રેમની વર્ષાથાય
નિર્મળતાના વાદળ વરસતા,પાવન ગંગા મળી જાય
જન્મ સફળ થઈ જતાંજ જીવને,મુક્તિમાર્ગ મળી જાય
. …………………..પ્રેમ મળે જ્યાં ખોબામાં.
+++++++++++++++++++++++++++++++++++++
August 24th 2012
. .પકડ આંગળીની
તાઃ૨૪/૮/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
બાળક દેહે અવતરણ થાતાં,ઉંઆ ઉંઆ શરૂ થઇ જાય
એછે કુદરતનીલીલા,જે જન્મ મળતા જીવને સમજાય
. …………………બાળક દેહે અવતરણ થાતાં.
મળતા સંસ્કાર જીવને દેહે,એજ કૃપા માતાની કહેવાય
જન્મ દીધો માતાએ જીવને,ને કર્મના સંબંધ સચવાય
પકડી આંગળી માતાની,જીવને સાચી રાહ મળી જાય
ઉજ્વળ જીવનમાં રાહમળે,જ્યાં સ્નેહ સાચો મેળવાય
. …………………બાળક દેહે અવતરણ થાતાં.
સમયની કેડી દેહનેજ મળે,જે ઉંમર વધતાં જ દેખાય
આજકાલના વાદળ ન્યારા,જે પિતા પ્રેમથી મેળવાય
પિતાની પકડી આંગળી દેહે,ત્યાં મન વિચારતું થાય
જીવને સાચી રાહ મળતાં,ઉજ્વળ સોપાન મળી જાય
. …………………બાળક દેહે અવતરણ થાતાં.
સંતાનને પ્રેમ મળતા માબાપનો,હરખ અનોખો થાય
ભક્તિનોસંગ સાથે રાખતાં,ના આધી વ્યાધી અથડાય
મળીજાય જ્યાં પ્રેમજગતમાં,સૌનીપ્રીત અનોખીથાય
મળેલ માનવદેહ અવનીએ,જીવનો જન્મસાર્થક થાય.
. …………………… બાળક દેહે અવતરણ થાતાં.
=================================
August 21st 2012

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
. .દ્રષ્ટિ પ્રેમ
તાઃ૨૧/૮/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જોઇ તારી નજર નિરાળી,મને પ્રેમ થઈ ગયો ભઈ
ના સમજ રહી કે તું વાનર,ને હું માનવ થયો અહીં
. …………………..જોઇ તારી નજર નિરાળી.
અજબલીલા અવિનાશીની,ના માનવમને સમજાય
વાનર આવી મદદ કરે,ત્યાં રાજા રાવળ હારી જાય
સીતારામના પ્યારા બની ગયા,એ જગતમાં પુંજાય
પ્રભુ દ્રષ્ટિને પાવન કરનાર,શ્રી હનુમાનજી કહેવાય
. …………………..જોઇ તારી નજર નિરાળી.
સતયુગની એ વાત અનેરી,ના કળીયુગમાં સમજાય
કળીયુગમાં જો પત્થરમારોતો,ભાગવુ ભારે પડીજાય
સ્નેહની સાંકળ સાથે રાખો તો,આવીને ભાખરી ખાય
શ્રધ્ધાતમારી સમજીલેતાં,તમપર દ્રષ્ટિપ્રેમથઈજાય
. …………………..જોઇ તારી નજર નિરાળી.
====================================
August 16th 2012
. .સાચો સંબંધ
તાઃ૧૬/૮/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રેમની કેડી પારખી લેતાં,જીવનમાં સંબંધ સચવાઇ જાય
આંગણે આવેલ અતિથીને મળતાં,હૈયે આનંદઆનંદથાય
. ……………………પ્રેમની કેડી પારખી લેતાં.
મનથી મળેલ અદભુત પ્રેમથી,જીવનમાં કેડી પ્રેમની થઈ
અનંત અપેક્ષા ભાગીગઈ,જ્યાં નિર્મળ પ્રેમની જ્યોતીથઈ
સુખદુઃખમાં સંગાથ મળતા,સાચો પ્રેમ પારખી લીધો અહીં
કુદરતની આમહેંર નિરાળી,સાચા સંબંધે એ મેળવાઇ ગઇ
. …………………….પ્રેમની કેડી પારખી લેતાં.
સગપણ એ સંબંધ દેહનો,જે જગતમાં જન્મથી બંધાઇ રહે
ક્યારે છુટી એ દુર ભાગે જીવનમાં,ના કદી કોઇથી કહેવાય
અંતરમાં જે વસી જાય પ્રેમથી,એજ સાચો સંબંધ સમજાય
આવી મળે સાથ જીવનમાં,જે સમજદાર જીવને મળી જાય
. …………………….. પ્રેમની કેડી પારખી લેતાં.
################################
August 14th 2012
. કલમ કે કાતર
તાઃ૧૪/૮/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કલમની કેડી ના કાતર જેવી,કે સૌને એ કાપીજાય
સરળતાથીસમજી ચાલતી,સૌને પ્રેમએ આપી જાય
. ……………………કલમની કેડી ના કાતર જેવી.
મનને માયા વિચારથી મળતાં,અનેક સ્વરૂપે વંચાય
કાચી સમજણ હોય ભલે,નિર્મળ પ્રેમથી જ એ સંધાય
આવીઆંગણે પ્રેમમળે સૌનો,જે સરળતાએ સમજાય
પ્રેમભાવની શીતળકેડીએ,આવેલ અંતર સૌ હરખાય
. ……………………કલમની કેડી ના કાતર જેવી.
પ્રભાતની પહેલી કિરણને માણી,જ્યાં કલમે પકડાય
ઉમંગઆવી મળતાજીવે,કલમધારીને હૈયે વસી જાય
શબ્દની સરળકેડીને લેતાં,પાવન શબ્દની વર્ષા થાય
હૈયેઆવી આનંદ વસી જાય,જ્યાં આંખોથી એ વંચાય
. …………………….કલમની કેડી ના કાતર જેવી.
કાતરનીકેડી નથી અનોખી,એતો જ્યાંત્યાં સૌનેદેખાય
સરળતાની કેડી છે એવી,કે ના કોઇનેય એ છોડી જાય
હાથપકડી ચાલતાં પ્રેમે,કાતર આવીને એ કાપી જાય
વિરહની કેડી વાંકી મળતાં,જીવ અહીંતહીં ભટકીજાય
. ……………………કલમની કેડી ના કાતર જેવી.
++++++++========+++++++++========
August 10th 2012
.
.
.
.
.
.
.
.
. .હાથની હેલી
તાઃ૧૦/૮/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નિર્મળમન ને પ્રીતી ભાવનાથી,જન્મ સફળ મળી જાય
સ્નેહની સાંકળ સરળ જોતા,ના કોઇ વ્યાધી આવી જાય
. ………………….નિર્મળમન ને પ્રીતી ભાવનાથી.
મળે હાથથી હાથ સ્નેહથી,પાવન કર્મ જીવનમાં થાય
સદા સ્નેહની વર્ષાવરસે,ત્યાં જીવન મુક્તિએ મહેંકાય
અવનીપરના આગમનનેવધાવી,ધન્યજીવન દેખાય
મોહ માયાની માયા છુટતાં,ના આધીવ્યાધી અથડાય
. ………………….નિર્મળમન ને પ્રીતી ભાવનાથી.
છુટે હાથથી હાથ જીવનમાં,થઇ જાય મુંઝવણથી પ્રીત
એક વ્યાધીને થોડી દુર કરતાં,બીજી મળી જાયછે તુર્ત
હાથની હેલી વર્ષી જાય જ્યાં,બનીજાય જગતમાં મુર્ખ
સગાસંબંધી દુરરહે જીવનમાં,ઉજ્વળતાભાગે ત્યાં દુર
. ……………………નિર્મળમન ને પ્રીતી ભાવનાથી.
++++++++++++++++++++++++++++++++++++++++++
August 9th 2012
. લાયકાતી કેડી
તાઃ૯/૮/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સફળતાનો સાથ મળે જીવનમાં,ઉજ્વળતારહે સંગ
માનવ મનની વ્યાધીઓ ભાગે,જીતે લાયકાતે જંગ
. ………………..સફળતાનો સાથ મળે જીવનમાં.
નાપરખ થાય પ્રેમનીજીવનમાં,એતો નિશ્વાર્થે દેખાય
સરળતાનો સાથ મળતાં જીવને,ઉમંગ આંબી જવાય
મળેજ્યાંસાથ સંગાથીઓનો,જે જીવનસરળ કરીજાય
સંબંધીઓનો સાથરહે જીવનમાં,જ્યાંસંબંધોસચવાય
. ………………….સફળતાનો સાથ મળે જીવનમાં.
મોહની મળતી ચાદર છોડતાં,નિર્મળતા વરસી જાય
સુખદુઃખનો સહવાસ સૌનેછે,સુખ લાયકાતેમળીજાય
માનવતાની મહેંકતીકેડીએ,સાથ જીવનમાં મેળવાય
કૃપામળે જલાસાંઇનીજીવને,જ્યાં ભક્તિ મનથીથાય
. …………………. સફળતાનો સાથ મળે જીવનમાં.
#######################################
August 8th 2012
. .મેથી પાક
તાઃ૮/૮/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળે જો મેથી પાક મને,તો શિયાળો સચવાઇ જાય
પડે જો બૈડે થોડોય મેથી પાક,તો હાડકા તુટી જાય
. ………………..મળે જો મેથી પાક મને.
શિયાળાની શીતળ સવારે,શરીરે સ્ફુર્તી મળી જાય
અંગ મજબુત બની જાય,સવારે મેથી પાક ખવાય
તનને મજબુતાઇ મળીજાય,જ્યાંમનમલકાઇ જાય
તનને મળતાંમુક્તિ રોગથી,ત્યાં ડૉક્ટર ભાગી જાય
. ………………..મળે જો મેથી પાક મને.
પડે મેથી પાક બરડે,તો માનુ દુધ યાદ આવી જાય
હાડકા ભાગતા શરીરના,જીવન આ રગદોળાઇ જાય
સુખનીકેડી દુર ભાગતા,જીવનમાંદુઃખ ઉભરાઇ જાય
નાકોઇ આરો રહે જીવનમાં,અંતે ભક્તિ પકડાઇ જાય
. ………………….મળે જો મેથી પાક મને.
()))))))))))))))))))))))))))))))))))))))))))))))))))()