October 18th 2010
પ્રણામ માબાપને
તા૧૮/૧૦/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માએ દીધી જીવનમાં ભક્તિ,ને પિતાએ દીધો પ્રેમ
મળીગઇ મને ભક્તિની દ્રષ્ટિ,ને ના તેમાં કોઇ વ્હેમ
…………માએ દીધી જીવનમાં ભક્તિ.
પાપાપગલી કરતોતો,ત્યાં દીઠામાની આંખમાં આંસુ
આનંદ થતો હૈયે માને,સંતાન હતો કેવી રીતે વાંચુ
ડગલાં જીવનના ઉજળા કરવા,મહેનત હું સાથે રાખુ
આશીર્વાદ ને હેત મળતાં,ભવિષ્ય હું ઉજળું એ જાણું
………..માએ દીધી જીવનમાં ભક્તિ.
પારણેથી પગલાં છોડતાં,જીવતરના હું ડગલાં માંડું
સહવાસે કેડી બતાવી,પિતાથી ઉજ્વળજીવન માણું
દેહ પાવન વર્તન પાવન,આશીર્વાદે મળી જ ગયું
અંતરની અભિલાષાએ,માબાપના ચરણને હું સ્પર્શુ
………..માએ દીધી જીવનમાં ભક્તિ.
==============================
October 9th 2010
દેખાવની દોર
તાઃ૯/૧૦/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઘરની ખીચડી કડવી લાગે,ને હોટલની વખણાય
કેવી આકળીયુગની હવા,જે પડતા માર સમજાય
……….ઘરની ખીચડી કડવી લાગે.
ડગલુ ભરતા નાવિચારે,ને સમજી ચાલે સૌથી દુર
એક બે કદમ જ્યાં ચાલે,ત્યાં નાકોઇની જાણે જરૂર
કળીયુગમાં તો દેખાવનો ભય,નાદે એ કોઇને સુળ
એડી તુટતાં ચંપલની,મોં ચાટે ત્યાં જમીનની ધુળ
………..ઘરની ખીચડી કડવ લાગે.
કળીયુગ સતયુગ ફેર આભજમીનનો.ના તેમાં સંકેત
એક દ્રષ્ટિ નીચે જ કરે,અને બીજી કરાવે છે ઉંચી ડોક
કુદરતની કરામત ભઇ,જીંદગીને દેએસાચી મરામત
આવે આંગણે ના જણાય,પડે ત્યારેજ સૌને સમજાય
……….ઘરની ખીચડી કડવી લાગે.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
October 7th 2010
સાથીનો સાથ
તાઃ૭/૧૦/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સાથી તારો સાથ મળેતો,હું ડુંગર પણ લઇ આવું
હિંમત મનથી કરી લેતાતો,વાદળને હું અથડાવું
……….સાથી તારો સાથ મળે તો.
સોપાન ઉજ્વળ મળે જીવનમાં,હાથ તારો હું પકડું
મનની મળતી કઇ મુંઝવણમાં,હું ના પડીને ભાગુ
સદા સ્નેહની હેલીલેતી,જ્યારથી સમજીને હું ચાલુ
તારી પ્રીતની એક કેડીએ,ભવસાગર તરીએ જાણું
……….સાથી તારો સાથ મળે તો.
મારી મારી માયા છુટતાં,જ્યાં આપણી હૈયે આવી
ત્યારથી તારી પ્રીતમળી,જાણે નાવડી સીધીચાલી
એક સ્નેહની વાદળીજોતાં,દુઃખદર્દના વાદળભાગે
સાથીનો સાથ મને મળતાં,ના વિટંમણાઓ આવે
……….સાથી તારો સાથ મળે તો.
===============================
September 15th 2010
અરે વાહ.
તાઃ૧૫/૯/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ટીકીટ લીધી મેં ડૉલરની,અને જીત્યો હું ડૉલર પાંચ
મહેનત મારી ભઇ પરસેવાની,મળી ગયા મને ચાર
………..ટીકીટ લીધી મેં ડૉલરની.
સમજીલીધું મેં મનથી,કે લૉટરી લેતાં જરુર જીતાય
મહેનતકરતાં આ આગળેપડે,ના શરીરને દુઃખથાય
જોબથીઆવતાં હવે ટેવપડી,ટીકીટ દરરોજ લેવાય
આજે નહીંતો કાલેમળશે,તેમ સમજી નાણાં ખર્ચાય
અરે વાહ એક ખર્ચતા દસ મળે,સારુ એતો કહેવાય
………ટીકીટ લીધી મેં ડૉલરની.
અચાનક અણસાર મળ્યો,મેં કેટલા ખર્ચ્યા આ સાલ
પગારઆપે મને કલાકનો,ને ખર્ચુ દસ ને મળે પાંચ
લૉટરીની લાલચમાંરહેતા,ગુમાવ્યા મળ્યાથી વધાર
લાલચમાયા હતી નાંણાની,અંતે મળીગયો અણસાર
અરે વાહ લત લૉટરીની છુટતાં,બચ્યા ડૉલર અપાર
……….ટીકીટ લીધી મેં ડૉલરની.
$#$#$#$#$#$#$#$#$#$#$#$#$#$#$#$#$#$
September 12th 2010
ક્યાંથી મળે?
તાઃ૧૨/૯/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
દોડુ દીવો હાથમાં લઇને,ને છાપરે ચઢી હું પોકારું
પ્રેમ ને આશીર્વાદની વર્ષા,ક્યાથી મળે ના જાણું.
……..દોડુ દીવો હાથમાં લઇને.
આવ્યો અવનીએ દેહ લઇ,છે જન્મમરણના બંધન
મુક્તિ,માયા કે કર્મધર્મ,એ જીવની ગતીના સ્પંદન
લાગી જીવને જગની માયા,ના જડે મુક્તિની રીત
આજકાલની ઝંઝટમાંશોધુ,ક્યાંથીમળે પ્રભુની પ્રીત
……….દોડુ દીવો હાથમાં લઇને.
અભિમાનની ચાદર મળી,ઓઢી ફરતો હું ચારે કોર
માનુ કે મને મળી ગયું બધુ,ના મારે કોઇની જરૂર
અહંમઆવ્યો આંગનેમારે,ભાગીગયા સૌ સ્નેહી દુર
પસ્તાવાની મળીકેડી,શોધુ ક્યાંથીમળે પ્રેમભરપુર
……….દોડુ દીવો હાથમાં લઇને.
===============================
September 9th 2010
સહારાની સમજ
તાઃ૯/૯/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કથ્થક ભાંગડા કરતોતો,ત્યાં પગે મોચ આવીગઇ
ક્યારે બદલે સમય જીવનને,સહારે સમજાયુ ભઇ
……….કથ્થક ભાંગડા કરતો તો.
હિંમત રાખી કસરત કરતો,શરીર સારું રાખવા અહીં
લાંબુ દોડી પગને મજબુત કરતો,સીધુ ચાલવા ભઇ
મનથી હિંમત રાખી કરતો,તનની ચિંતા કરતો નહીં
મનની સાથે તન મજબુત,સહારાની જરુર મારેનહીં
……… કથ્થક ભાંગડા કરતો તો.
અહમ ને આબરૂ ના ચાલે સાથે,બંન્ને દુર ચાલે ભઇ
એક મળે મનથીદેહને,જે જીવનમાં લાબું ચાલે નહીં
લાયકાત મેળવતા જેમળે,તેને આબરૂ કહેવાય અહીં
મળેદેહને લાયકાતે આબરૂ,અહંમતો સહારો માગે ભઇ
……..કથ્થક ભાંગડા કરતો તો.
દેહમળેલ જીવને,સહારો સાર્થક જીવનમાં મળી જાય
ટેકો એ આધાર બને જીવનમાં,ના આરો કોઇ દેખાય
તુટેલા પગને ટેકો લાકડીનો,જે જરૂરી સહારો કહેવાય
સાચી સમજ એ સહારાની,સમય આવે જ સમજાય
………કથ્થક ભાંગડા કરતો તો.
૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦
August 13th 2010
અમેરીકન સંધ્યા
તાઃ૧૩/૮/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હાય હાય ને હાય સાંભળીને,કાન ભરાઇ જાય
નામળે કોઇ શબ્દએવો,જેથી હૈયે આનંદ થાય
……….હાય હાય ને હાય સાંભળી.
બાથમાં ઘાલતાં હાયબોલે,ને બીયર બીજે હાથે
હાથ મેળવી કેમ છે બોલે,હાથમાં સીગરેટ સાથે
ગળે દીસે ટાય પણએવી,જાણે ફાંસી દેવા કાજે
હોય ઘરમાં મેળાપ બધાનો,તોય ફરે બુટ સાથે
……….હાય હાય ને હાય સાંભળી.
ભેટે સૌને ને બાથમાંલે,ના સ્ત્રીપુરુષ અલગલાગે
આમન્યાને તો નેવે મુકીદે,સીગરેટ દારૂમાં મ્હાલે
લાલી લીપસ્ટીક મોંએ છે,તોય પર્સમાંરાખે સાથે
દેખાવના દરિયામાં તરતાં,સંસ્કારને આઘા રાખે
………હાય હાય ને હાય સાંભળી.
++++++++++++++++++++++++++++
August 8th 2010
રસ્તાની શોધ
તાઃ૮/૮/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
બકરી જોઇને હું બેં બેં કરતો,ને વાઘને જોઇને મ્યાંઉ
દેખાવની દુનીયામાં જીવનારો,તકલીફમાં ક્યાં જાઉ
……….બકરી જોઇને હું બેં બેં કરતો.
સતયુગના સંસારની વાત,ના કળીયુગમાં સમજાય
જીવનના ઉજ્વળ સોપાન,જે આજકાલમાં નાદેખાય
મળતી દેખાવની લીલીસોટી,ત્યાં ગલીપચી થઇજાય
પડે ડંડો જ્યાંમાથે,ત્યાં જીંદગીનો રસ્તો શોધવા જઉ
……….બકરી જોઇને હું બેં બેં કરતો.
મારીતારીની અલબેલી ચાલ,જોઇ લેતાંતો નાસમજાય
સમજ વિચારની કેડીથી,એ થોડી થોડીય સમજતો થઉ
ડુંગરથી દરીયાને જોતાં,ચારેકોર શીતળતા એમ દેખાય
પડતાં જ પાણીમાં દેહને,ત્યાં છઠ્ઠીનુ ધાવણ સ્મરી જઉ
………બકરી જોઇને હું બેં બેં કરતો.
++++++++++++++++++++++++++++++
August 6th 2010
વર્ષા
તાઃ૬/૮/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઓઢી ચાદર જીંદગીની,જીવ ધરતીએ આવી જાય
કૃપા પામતાપરમાત્માની,અનેક વર્ષાઓ થઇ જાય
………ઓઢી ચાદર જીંદગીની.
આંખખુલે જ્યાં સંતાનની,ત્યાં માબાપ ખુબ હરખાય
પુરણ થાય મનોકામના,જ્યાં પ્રભુકૃપાની વર્ષા થાય
આંગણે આવેલાને આવકારતા,માનવતા પ્રસરીજાય
દુઃખી જીવનુ હૈયુ ઠરતાં,સ્નેહાળ શબ્દની વર્ષા થાય
……….ઓઢી ચાદર જીંદગીની.
મળેલ જીંદગી સાચવવા,સોપાન ભણતરના લેવાય
મનથી મહેનત સંગે ગુરુજી,આશીર્વાદની વર્ષા થાય
નિશ્વાર્થસ્નેહ ને નિર્મળપ્રેમ,સદા હેત પ્રેમથી ઉભરાય
જલાસાંઇનો આશરો લેતાં,સાચી ભક્તિની વર્ષા થાય
……….ઓઢી ચાદર જીંદગીની.
લખી જાય બેશબ્દ કલમના,જાણે હિમાલય ચઢી જાય
અભિમાનની નાની કેડીએતો,ઇર્ષાનીવર્ષા મળી જાય
સિંચન એ સહવાસનો નાતો,મળીજાયછે નિર્મળતાએ
મુલાકાતની દરેક પળે.થાયછે પ્રેમની વર્ષા વારંવાર
……… ઓઢી ચાદર જીંદગીની.
%%%%%%%%%%%%%%%%%%%%%%%
July 16th 2010
કુળની કૃપા
તાઃ૧૬/૭/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સંસ્કાર જેનુ સિંચન છે,ને માબાપ એનો અરીસો
બ્રહ્મભટ્ટ એવુ કુળ જગતમાં,મેળવે એપ્રેમ અનેરો
……….સંસ્કાર જેનુ સિંચન છે.
દેહ મળતા જીવને સંસારે,માગાયત્રીનુ જ્ઞાન મળે
જનોઇનો સહવાસ મળતાં,પવિત્રતા એદેહને મળે
પુંજનઅર્ચનના સંસ્કારથી,મોહમાયાના બંધન તુટે
મા સરસ્વતીની પુંજાથી જ,જ્ઞાનની ગંગા જીભેવહે
……….સંસ્કાર જેનુ સિંચન છે.
પ્રભાત પહોરે પુંજાકરતાં,સુર્યનારાયણની કૃપા મળે
અર્ચનાએ પુષ્પ અર્પણ કરતાં,કુદરત પ્રેમ મળી રહે
વંદન મા સરસ્વતીને કરતાં,જીભે માનો વાસ મળે
સહયાત્રીના સહવાસે જીવનમાં,જગે વાહ વાહ મળે
………..સંસ્કાર જેનુ સિંચન છે.
અભિમાન ને ઓવારે મુકતાં,માયા સૌની મળી રહે
અહંકારને અર્પણ કરતાં,મોહ જીવના જગે ઘણા છુટે
મારું તારું દુર ભાગતા,આંગણે પ્રેમ આવી ઉભો રહે
જન્મ સફળ થઇ જાય જીવનો,જેમાં સૌની મતી રહે
……….સંસ્કાર જેનુ સિંચન છે.
==============================