July 18th 2009

માયાની મોંકાણ

                    માયાની મોંકાણ

તાઃ૧૮/૭/૨૦૦૯               પ્રદીપ બ્રહ્મભટ્ટ

માયા મારી ઘરવાળી ને હું છું  માયાનો ભરથાર
સંસારનીગાડીચાલેસીધી,ત્યાં આનંદથાય અપાર
ડગમગ ચાલતી થઇ શરુ, ને થયાં ત્યાં રમખાણ
એક સાચવૂ બગડે બીજુ,થઇ શરુ માયાની મોંકાણ
                             …….માયા મારી ઘરવાળી ને.
નરનારીના ભેદ હતા જ્યાં,સન્માન સચવાઇને ચાલે
માબાપની મમતા સંતાનને,ભક્તિ ઉજ્વળ સંગે હાલે
આવે પ્રેમ સગાં સ્નેહીઓનો, ને જીવન આનંદી લાગે
મધુર મોહ ને સંગ પ્રેમનો, ભક્તિનો લઇને આવે રંગ
                               …….માયા મારી ઘરવાળી ને.
ઉંચી એડી ને છુટીસાડી,વાંકી ચાલતીથઇ ઘરની લાડી
નર અને નારીના ભેદછુટ્યા,આદરમાન છોડે ઘરવાળી
હાય હાય હર પળે મળે,ને હવે પતિ ના રહે પરમેશ્વર
ઘરનીનારીને વાડીમાંદીઠી,ફુલછાબ હાથમાંલઇઘુમતી
                                …….માયા મારી ઘરવાળી ને.
મનમાં ભાવના હતી મોટી,રાખી લગામ મેં જ્યાં મીઠી
ઉછળી ગાડી જીવનની,જ્યાં સંતાન પણ અળગા થાય
માયાના રહી માતાની અહીં,કે ના પિતાનો  રહ્યો પ્રેમ
મોંકાણ જ્યાં માયાની થઇ, મળી ગઇ ઉપાધીઓ અહીં.
                               …….માયા મારી ઘરવાળી ને.

(#)(#)(#)(#)(#)(#)(#)(#)(#)(#)(#)(#)(#)(#)(#)(#)(#)(#)

July 13th 2009

જય વિજય

                   જય વિજય                 

તાઃ૧૨/૭/૨૦૦૯               પ્રદીપ બ્રહ્મભટ્ટ

જય વિજયની જોડી ગામમાં,સૌએ જાણી છે લીધી
કેવી કોની પ્રીતની રીત,સૌએ મનથી માણી લીધી
                                 ……જય વિજયની જોડી.

જયને જોતાં વિચારે મનમાં, આ ક્યાંથી ભટકાણો 
મળશે આજે મને સવારે, કામમાં  જ હુ અટવાણો
દ્રષ્ટિ તેની નિરખી એવી,ના છોડે એ કોઇ એનાથી
આડીઅવળી વાતમાંલઇને,અટકાવે કરતાએ કામ
ભાગે મનુભાઇ ને કનુભાઇ,નાઆવે સામે રાજુભાઇ
                                   ……જય વિજયની જોડી.

વિજયની ભઇ વાત નિરાળી,સાચવી પગલાં ભરતો
મુંઝવણમાં ના રાહજોતો,મનથી જલાસાંઇને ભજતો
નિરખી આંખને પ્રેમતેનો,સૌનીમાયા તેનીપર વરસે
અમુલ પ્રેમની રીત નિરખીને,તેને મળવા સૌ તરસે
આવે શાંન્તિલાલ ને રમેશભાઇ,ને પ્રદીપ દોડે સામે.
                                       …….જય વિજયની જોડી.

%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%

June 21st 2009

અમેરીકન મર્દાનગી

                 અમેરીકન મર્દાનગી

તાઃ૧૯/૬/૨૦૦૯                પ્રદીપ બ્રહ્મભટ્ટ

મહારાષ્ટ્રમાં મને મરદ કહે, ને ગૌરવ લે ગુજરાતી
આસામમાં મારાનામથી ભડકે,એવો હુ ભારતવાસી
                             ……. ભઇ એવો હુ હિન્દુસ્તાની.
નામનુ પોટલુ માથે લીધુ, ને કુદ્યો ભારતની વાડ
સંસારની સાંકળ પકડી લેતા,મળી ગયુ ગ્રીન કાર્ડ
મનમારીને ચાલવા નીકળ્યો,અહીંયાં પગલા ચાર
મને પુછીને નોકરીલેજો,ઘરમાંથી મળ્યો અણસાર
ફેરા ફરતાં પાછળ ચાલે, અને હવે ચલાવે પાછળ
મર્દાનગીને નેવે મુકાવી, ચાલે ધર્મ પત્નિ આગળ
શોપીંગની જ્યાં જરુર પડે, ત્યાં થેલા પકડી ચાલુ
પર્સ લટકાવી આગળ ચાલે,ના સહેજે જુએ પાછળ
                         ……. ભઇ એવો હુ હિન્દુસ્તાની.
માતાપિતાનો પ્રેમ ઉત્તમ,મને ભણાવ્યો દુઃખ વેઠી
કુટુંબનાઉજ્વળ ભાવી કાજે,અહીંની વાટ મેં લીધી
માબાપને મેં શાંન્તિ દેવા, વિનંતી આવવા કીધી
આવી ઉભા આંગણે જ્યારે, ના વહુને ઘરમાં દીઠી
જવાબ ના હતો કોઇ મારે,માબાપે એ જાણી લીધુ
પેંન્ટ શર્ટમાં જોતા ચમક્યા,સંસ્કાર શોધવા લાગ્યા
એકલતાનો લાભ મેળવી,શાણપણ તમને ચુપરાખે
સમજાવ્યા માબાપને,જોઇ મર્દાનગી ભાગતી મારી
                        …….. ભઇ એવો હુ હિન્દુસ્તાની.
ના રોકે પવન કે વરસાદ,તો ય જગમાં પાડે સાદ
લીપસ્ટીક લાલી લબડાવે, ત્યાં છોડીદે ઘરની નાર
પટપટ પટાવી દે નરને,એટલે ભુલી જાય ઘરબાર
લબડી બારણે ઉભારહે,તોયકહે અમેછીએ બળવાન
બુધ્ધી બારણે મુકી દીધી,ત્યાં મળે અમેરીકન નાર
મુકે આધરતી પરપગ,નામળે મરદને આગવીપળ
માબાપની સેવા છુટી ચાલે,જ્યાં પકડી ચાલે છેડો
અમેરીકન મર્દાનગીમાં, હવે નારહ્યો ભઇ કોઇ આરો
                        …….. ભઇ એવો હુ હિન્દુસ્તાની.

+++++++++++++++++++++++++++++++++++++++=

May 31st 2009

સંબંધ કેટલો

                   સંબંધ કેટલો

તાઃ૩૦/૫/૨૦૦૯              પ્રદીપ બ્રહ્મભટ્ટ

ચાલે સીધી ગાડી જીવનની,
                   જ્યાં મહેનત સાચી  થાયઃ
એક કામની વિટંમણામાં,
                 બીજામાં સફળતા છે દેખાય;
મળી જાય સાચો જ્યાં ટેકો,
               ત્યાં સંબંધ કેટલો છે સમજાય.
                              ………ચાલે સીધી ગાડી.
વણ માગે જ્યાં મળે પ્રેમ,
             ને હાથમાં મળે જ્યાં બીજો હાથ;
આનંદ ઉભરે હૈયે એવો,
                  જે માનવતામાં છે  મહેંકાય;
જીવજગતમાં જન્મધરે જ્યાં,
                  બંધનની સાંકળ મળી જાય;
કેવા કોના બંધન મળશે,
                જે જગમાં સંબંધથી સમજાય.
                                ………ચાલે સીધી ગાડી.
પ્રભુ કૃપા ને પ્રભુ પ્રેમ એ,
                 જીવની ભક્તિ સંગે છે આવે;
મળશે દયા પરમાત્માની,
                 ત્યાં છુટશે જગની આ માયા;
જલાસાંઇની ભક્તિની રાહે,
                મળશે કૃપા કરુણા આધારીની;
ના માગવી પડશે એ મળશે,
                જ્યાં ઝંઝટ જન્મજીવની ટળશે.
                                 ………ચાલે સીધી ગાડી.

++++++=======+++++++++======+++++++

May 18th 2009

મારું,તમારું

                               મારું,તમારું

તાઃ૧૭/૫/૨૦૦૯              પ્રદીપ બ્રહ્મભટ્ટ

મારું મારું એ માયા છે,
                   તમારુંથી ના કોઇને પ્રીત;
આપણું આપણું કરતાં જગમાં,
                   જ્યાં જુઓ ત્યાં લ્હારા છે.
                         …….મારું મારું એ માયા છે.
કરી જાય મન માનવતાએ,
                   જ્યાં સંગે ભક્તિ રાખી છે;
મળી જાય ત્યાં પ્રીત હૈયેથી,
                 જ્યાં સાચી શ્રધ્ધા રાખી છે.
                         …….મારું મારું એ માયા છે.
મા,મા કરતાં સંતાન ચાહે,
                જ્યાં મા માં મારું મારું થાય;
અંતરમાં ઉભરે હેત સદા,
              જ્યાં માને સંતાન મળી જાય.
                         …….મારું મારું એ માયા છે.
લાગણીની માગણી જગમાં બધે,
             જ્યાં માનવતા દુર થતી જાય;
તમારુ કે તમારાની જ્યાં હવા મળે,
              ત્યાં અંતરમાં દુઃખ આવી જાય.
                          …….મારું મારું એ માયા છે.
આપણુ એ તો દેખાવ દીસે,
                   જ્યાં ક્યાંય નથી સહવાસ;
કહેવુ ઘણુ જ સહેલુ આ જગમાં,
                ના મળે ત્યાં પ્રેમનો અણસાર.
                           …….મારું મારું એ માયા છે.

____________________________________________

« Previous Page