August 22nd 2014

મળેલ મુંઝવણ

.                  .મળેલ મુંઝવણ

તાઃ૭/૭/૨૦૧૪                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

અજબ ગજબની કેડી જીવને,સમય સમયે સમજાય
પાવનકર્મની સાચી રાહ,નિર્મળ ભક્તિએ મળી જાય
.                    ………………..અજબ ગજબની કેડી જીવને.
આવી આંગણે મુંઝવણ ઉભી,ના રાત દીવસ જોવાય
સરળતાની જ્યાં કેડી છુટે,ના કોઇ જીવથીય છટકાય
અંતરમાં નાઆનંદ ઉભરે,કે નાકોઇનો પ્રેમ મળીજાય
ઉજ્વળ જીવન ખખડી પડતાં,નિર્મળતાય ભાગી જાય
.                     …………………અજબ ગજબની કેડી જીવને.
લાગણી મોહ અંતરનો ઉભરો,કળીયુગમાં દોરી જાય
માનવ મનને મળતી માયા,જીવને એજ જકડી જાય
જન્મમરણનો સંબંધ મળતા,કર્મનાબંધન મળી જાય
અવનીપરનુ આગમન લેતા,મૃત્યુની કેડી મળી જાય
.                   …………………..અજબ ગજબની કેડી જીવને.

=====================================

August 22nd 2014

જીવનની જળહળતા

.                  .જીવનની જળહળતા

તાઃ૮/૭/૨૦૧૪                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિર્મળતાને પકડી ચાલતા,પવિત્રરાહ મળી જાય
પાવનકર્મની એક જ કેડીએ,જીવન જળહળ થાય
.          …………………..નિર્મળતાને પકડી ચાલતા.
માનવદેહ એ સરળ કેડી,જીવ મુક્તિ માર્ગે દોરાય
મળે કર્મની શીતળ રાહ,જ્યાં જલાસાંઇને ભજાય
સુખદુઃખનો સંગાથ જીવને,સાચી ભક્તિએ છુટાય
મોહમાયાના બંધન છુટતા,જીવન ઉજ્વળ થાય
.           ………………….નિર્મળતાને પકડી ચાલતા.
મળતા આશીર્વાદ વડીલના,તકલીફો ભાગી જાય
મળે મનને શાંન્તિ આવી,ના આધીવ્યાધી દેખાય
પ્રેમની સાચી કેડી ભક્તિથી,જીવનમાં મળી જાય
અંતરે આનંદઅનેરો,મળેલ જન્મસફળ થઈજાય
.            …………………..નિર્મળતાને પકડી ચાલતા.

+++++++++++++++++++++++++++++++

August 22nd 2014

પ્રેમાળ જ્યોત

.                    .પ્રેમાળ જ્યોત

તાઃ૨૦/૭/૨૦૧૪                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેરણા પામી કલમને પકડી,મને મળી પ્રેમની જ્યોત
શરણુ માસરસ્વતીનું લેતા,થઈ ઉજ્વળ જીવન ગાથા
.                  ………………….પ્રેરણા પામી કલમને પકડી.
નિર્મળ ભાવના સંગે રાખતા,ના આવતી વ્યાધી દોડી
પાવનપ્રેમની જ્યોત પ્રગટતાં,જીવને એ શાંન્તિ દેતી
શબ્દની કેડી શીતળ બનતાજ,ભાવના આવી જવાની
પ્રેમ પ્રેમની એક જ કેડી,જીવને પવિત્ર રાહ મળવાની
.                  …………………પ્રેરણા પામી કલમને પકડી.
સરળ જીવનમાં સાથ મળે,જ્યાં પાવનપ્રેમ મળી જાય
ઉજ્વળ જીવનની રાહ મળતા,આજન્મ સફળ થઇ જાય
પ્રેમાળ જ્યોતની શીતળ કેડી,માનવતા મહેંકાવી જાય
મળેલ દેહ માનવીનો આજગે,જીવનને અમૃત કરી જાય
.                 ………………….પ્રેરણા પામી કલમને પકડી.
==================================