January 28th 2015

ચી.રિકેનને લગ્ન ભેંટ

                       ચી.રિકેનને લગ્ન ભેંટ

તાઃ૨૮/૧/૨૦૧૫                                 પ્રદીપ બ્રહ્મભટ્ટ્

ઓડ ગામથી આણંદ આવ્યા,બાલુભાઈ સંતાનને દેવા ઉજ્વળરાહ્
ભણતરની કેડી મળી ગઈ પિતાથી,જે રિકેનની લાયકાતેજ દેખાય
…..એજ વ્હાલો રિકેન આજે લગ્નબંધનથી બંધાય,જોઇ સૌ સંબંધીઓ હરખાય.
ઉજ્વળ રાહને પકડી ચાલતો જોઇને,પિતા બાલુભાઈ ખુબ હરખાય
મમ્મી મિનાબેનના મળેલ સંસ્કારે,વડીલોનો પ્રેમ એ મેળવી જાય
આજકાલ એતો છે કૃપા પ્રભુની,જે માનવીને ઉંમરથી જ સમજાય
નિર્મળજીવનની રાહે ચાલતો,વ્હાલો રિકેન આજે વરરાજા થઈજાય
…..એજ વ્હાલો રિકેન આજે લગ્નબંધનથી બંધાય,જોઇ સૌ સંબંધીઓ હરખાય.
દિલીપભાઈને આનંદ અનેરો,ને સંગે ઇલાબેન પણ ખુબ હરખાય
દીકરી વ્હાલીદર્શિતાના જીવનસંગી,આજથી રિકેનકુમાર થઈજાય
લાગણી મોહનીમાયા ના સ્પર્શતા,અંતરથી સંતાનને વ્હાલ કરાય
એજ દેખાય સંતાનનાવર્તનથી,જેને સાચા મળેલ સંસ્કાર કહેવાય
…..એજ વ્હાલો રિકેન આજે લગ્નબંધનથી બંધાય,જોઇ સૌ સંબંધીઓ હરખાય.
દોડી આવ્યા હ્યુસ્ટનથી પ્રદીપભાઈને રમાબેન પ્રસંગ માણવા કાજ
બાલુભાઈ અને મીનાબેનને આનંદ અનેરો,પ્રસંગમાં જોઇને આજ
પ્રસંગસાચવી સંબંધી બનતા,દીલીપભાઈ સંગે ઈલાબેનખુશ થાય
પ્રાર્થના સંગે જય જીનેન્દ્ર કહેતા,પ્રસંગે પરમાત્માની કૃપાથઈ જાય
…..એજ વ્હાલો રિકેન આજે લગ્નબંધનથી બંધાય,જોઇ સૌ સંબંધીઓ હરખાય.

++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
.                  . શ્રી બાલુભાઈ અને શ્રીમતી મીનાબેનના વ્હાલા દીકરા રિકેનના લગ્ન પ્રસંગે અમારા
વર્ષો જુના સંબંધને સાચવવા જલારામબાપા અને સાંઈબાબાની કૃપાએ અમને હ્યુસ્ટનથી અહીં
આવી પ્રસંગને માણવાની તક મળી તેની સ્નેહાળ યાદ રૂપે આ કાવ્ય જય જીનેન્દ્ર સહિત સપ્રેમ
ભેંટ.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ્ સહિત રમા,રવિ.દીપલ,હિમા.નીશીતકુમાર અને ચી.વીર
————————————————————————————————————-