January 8th 2015

જીવનની ઝંઝટ

.                     .જીવનની ઝંઝટ

તાઃ૮/૧/૨૦૧૫                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળતા માનવદેહ અવનીએ,પરમાત્માની પ્રેરણા થાય
કર્મબંધન જીવને જકડે,જે માનવીના વર્તનથી સમજાય
…….જીવને ઝંઝટ પળેપળ સ્પર્શે, એજ  કળીયુગી કાતર કહેવાય.
થયેલ કર્મનાબંધન જીવના,અવનીના આગમને દેખાય
પામરપ્રેમની કેડી લઇને ચાલતા,તકલીફો ભાગતી જાય
અંતરમાં આનંદ ઉભરે નિરાળો,જ્યાં પરમાત્માકૃપા થાય
મળે ભક્તિરાહ જીવને,જે કર્મના બંધનને દુર કરતી જાય
……..જીવને ઝંઝટ પળેપળ સ્પર્શે, એજ  કળીયુગી કાતર કહેવાય.
અવનીપરના આગમને દેહને ,ઉંમરની સીડી સ્પર્શી જાય
સમયની કેડી છે નિરાળી,જલાસાંઇની  ભક્તિએ મેળવાય
નિર્મળ ભાવે જીવન જીવતા,કર્મની કેડી સરળ થતી જાય
સરળ રાહે જીવનજીવતા,જીવનની ઝંઝટ દુર ચાલી જાય
……..જીવને ઝંઝટ પળેપળ સ્પર્શે, એજ  કળીયુગી કાતર કહેવાય.
=====================================