May 11th 2017

કર્મધર્મના સંબંધ

.          .કર્મધર્મના સંબંધ 

તાઃ૧૧/૫/૨૦૧૭             પ્રદીપ બ્રહ્મભટ્ટ

અનેક સંબંધ જગતમાં જીવને સ્પર્શે,જે મળેલ દેહના આગમથી દેખાય
અવનીપરનુ આવનજાવન લીલા કુદરતની,જીવ કર્મના બંધનથી બંધાય
......એજ કૃપા પરમાત્માની જીવ પર,જે પવિત્ર ધર્મની કેડી બતાવી જાય.
જન્મમરણ એજીવના છે બંધન,જે કરેલ કર્મથી જીવનમાં અનુભવ થાય
મળેલ દેહ એકૃપા પરમાત્માની જગતમાં,અનેક દેહ થકીએ દેખાઇ જાય
કર્મની કેડી એ લાયકાત છેજીવની,જે સત્કર્મથી અવનીપર જીવાડી જાય
કરેલ કર્મમાં ના માગણી કોઇ અડે,કેના કોઇ અપેક્ષાના વાદળ મેળવાય
......એજ કૃપા પરમાત્માની જીવ પર,જે પવિત્ર ધર્મની કેડી બતાવી જાય.
પવિત્ર જીવનનીરાહ મળે જીવને,જ્યાં પવિત્ર ધર્મથી સાચીરાહ પર જવાય
મંદીર માળાની ના જરૂર જીવનમાં,જ્યાં સંત જલાસાંઇની કૃપા મેળવાય
પાવનરાહ મળી જાય જીવનમાં,જ્યાં જીવોને શ્રધ્ધા પ્રેમે ભોજન કરાવાય
માનવજન્મ સાર્થક કરવા અવનીએ,નાતજાતને છોડી મનુષ્ય રીતે જીવાય
......એજ કૃપા પરમાત્માની જીવ પર,જે પવિત્ર ધર્મની કેડી બતાવી જાય.
========================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment