May 25th 2017

પાવન શક્તિ

...Image result for jay hanuman
.              .પાવન શક્તિ
તાઃ ૨૫/૫/૨૦૧૭               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અજબશક્તિ છે પવિત્ર ભક્તિમાં,જે જીવને પાવનરાહ આપી જાય
મળેલદેહને ના સ્પર્શે કળીયુગ સતયુગ,જ્યાં પ્રભુની કૃપા મળી જાય
......એ જ પાવન રાહ દીધી જલાસાંઇએ,જે નિર્મળ જીવન કરી જાય.
અવનીપરના ધાર્મિક સ્થળો,જે માનવીનો સમય પસાર કરી જાય
દર્શન કરીને હાથજોડી પગે લાગી,માગણી કરી અપેક્ષાઓ રખાય
આજે બચાવજો ને કાલે સુખ દઈ દેજો,એવી કૃપા માગી જવાય
દેખાવની કેડી એ કળીયુગ છે,જ્યાં સાધુબાવાઓ લાભ લઈ જાય
......પરમાત્માને ના પારખે કોઇ અવનીએ,જ્યાં દેખાવમાં ફસાઈ જાય.
નિર્મળ ભક્તિએ અંતરને સ્પર્શે,જ્યાં પરમાત્મા પણ રાજી થઇ જાય
મળે માનવ દેહને અનંત શાંંન્તિ જીવનમાં,એ પાવનશક્તિ કહેવાય
શ્રધ્ધા રાખી અર્ચના કરતા જીવ પર,સુર્યદેવની પરમકૃપા થઈ જાય
આંગણે આવી કૃપા મળે જીવને,જે જીવનમાં અનુભવથી સમજાય
......એ જ પાવન રાહ દીધી જલાસાંઇએ,જે નિર્મળ જીવન કરી જાય.
======================================================

	
May 25th 2017

જય સાંઇબાબા

.Image result for સાંઇબાબા
.             .જય સાંઇબાબા   

તાઃ૨૫/૫/૨૦૧૭               પ્રદીપ બ્રહ્મભટ્ટ

સાંઈ સાંઈના સતત સ્મરણથી,માનવજીવન ઉજવળ થઈ જાય
પાવનરાહ દેહની મળે જીવને,જે પાવન મનુષ્ય જીવન કહેવાય
....ના અધર્મની કોઇ સાંકળ અડે,જે મળેલ દેહને મોહ આપી જાય.
શ્રધ્ધારાખીને જીવન જીવતા,જીવનમાં સૌનો સાથપણ મળી જાય
ના અભિમાનની ચાદર અડે કોઇ,જે ધર્મમાં દેખાવ સમાવી જાય
માનવતાની મહેંક પ્રસરે જીવનમાં,જ્યાં સાંઇબાબાની કૃપા થાય
શ્રધ્ધા સબુરી એજ છે ભક્તિ માર્ગ,જે મળેલ ધર્મનેય સ્પર્શી જાય
....ના અધર્મની કોઇ સાંકળ અડે,જે મળેલ દેહને મોહ આપી જાય.
શેરડીગામની જ્યોત પ્રગટાવી ધર્મમાં,અનેક જીવો દર્શન કરી જાય
પુંજા પ્રેમથીકરે જ્યાં સાંઇબાબાની,એજ સાચી માનવતા દઈ જાય
મળેલ જીવન સાર્થક કરે એજ ભક્તિ,ના કોઇ આફત સ્પર્શી જાય
જન્મમરણના બંધનછુટે જીવના,જ્યાં સાંઇબાબાને પ્રેમે વંદન થાય
....ના અધર્મની કોઇ સાંકળ અડે,જે મળેલ દેહને મોહ આપી જાય.
===================================================

	
May 25th 2017

જલારામની જય

..Image result for જલારામની જય
.              .જલારામની જય

તાઃ૨૫/૫/૨૦૧૭                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

વિરપુરના વૈરાગી છે ભક્તિના સંગાથી,એવા જલારામની જય
બોલે રામનામનુ નામ સંગે વિરબાઈ,દઇ રહયાતા અન્નનુ દાન
......એવા પવિત્ર જીવને હું વંદન કરુ,સંગે મારૂ કુટુંબ પણ વંદી જાય.
ભક્તિનો પવિત્રમાર્ગ વિરપુરમાં લીધો,માતાપિતાને આનંદ થાય
ના અપેક્ષા કોઇ જીવનમાં રાખી,ત્યાં પવિત્રજીવનો સંગ મળ્યો
વિરબાઈમાતા એ નિમીત બન્યા,જેને ઝોળીડંડો પ્રભુથી દેવાય
પવિત્રરાહ જગતમાં દીધી જલારામે,જીવોને ભોજન પ્રેમે અપાય
......એવા પવિત્ર જીવને હું વંદન કરુ,સંગે મારૂ કુટુંબ પણ વંદી જાય.
નિર્મળ જીવનની રાહ મળે જીવને,જ્યાં શ્રધ્ધાથી ઓળખણ થાય
માનવતાની મહેંક પ્રસરે જગતમાં,ના કોઇ અપેક્ષાય સ્પર્શી જાય
શ્રધ્ધા રાખીને વંદન કરતા,જીવ પર પરમાત્માની કૃપા થઈ જાય
મુક્તિમાર્ગની રાહમળે જીવને,જે મૃત્યુએ ભક્તિજ્યોત પ્રગટી જાય
......એવા પવિત્ર જીવને હું વંદન કરુ,સંગે મારૂ કુટુંબ પણ વંદી જાય.
=======================================================