March 24th 2018
. .આંગણી ચીંધી
તાઃ૨૪/૩/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને મળેલ માનવદેહ અવનીપર,થયેલ કર્મનાસંબંધ સ્પર્શી જાય
આગમન એજ છે અવનીનાબંધન,જે નિખાલસ જીવનથી સમજાય
....પવિત્રરાહની જ્યોત પ્રગટે જીવનમાં,જે ભક્તિએ આંગણી ચીંધી જાય.
કુદરતની અદભુતલીલા જગતપર,જે સમય સમયથી સ્પર્શતી જાય
માનવદેહને સંબંધનો સાથ મળે,જે જન્મ મળતા દેહને અડી જાય
જન્મથી સ્પર્શે બાળપણ,જુવાની,અંતેદેહને ધૈડપણ પણ મળીજાય
એજ લીલા અવીનાશીની જગતપર,ના કોઇ જીવથી કદી છટકાય
....પવિત્રરાહની જ્યોત પ્રગટે જીવનમાં,જે ભક્તિએ આંગણી ચીંધી જાય.
બાળપણમાં મળે દેહને પ્રેમ માબાપનો,જે નિર્મળજીવન આપી જાય
જુવાનીમાં સમજણનો સંગાથ મેળવતા,ઉજવળતાની કેડીએ ચલાય
ના મોહમાયનો સ્પર્શ થાય જીવનમાં,જ્યાં પવિત્રઆંગણી ચીંધી જાય
મળેલ માનવદેહને સંતજલાસાંઇની આંગણીએ,નિર્મળરાહ મળી જાય
....પવિત્રરાહની જ્યોત પ્રગટે જીવનમાં,જે ભક્તિએ આંગણી ચીંધી જાય.
========================================================
No comments yet.