March 18th 2018

માતાજીને વંદન

****……Image result for કુળદેવી મા કાળકા…..****

.            .માતાજીને વંદન

તાઃ૧૮/૩/૨૦૧૮  (ચૈત્રી નવરાત્રી)  પ્રદીપ બ્રહ્મભટ્ટ 

નવરાત્રીના પવિત્ર દીવસે શ્રધ્ધાએ,કુળદેવી માતાને ગરબે વંદન થાય
તાલીઓના તાલે ગરબે ઘુમતા,અજબશક્તિશાળી માતાની કૃપા થાય
.......એવી પવિત્ર નવરાત્રી મળી જીવને,જે દેહને અનંત શાંંન્તિ આપી જાય.
પાવનરાહ મળે જીવને નિર્મળભક્તિએ,સરળ જીવનની રાહ મળીજાય
પવિત્ર આ દીવસ છે જગતપર,માતાની કૃપાએ નવરાત્રીથી ઓળખાય
ચૈત્રસુદ એકમ એ પ્રથમ નવરાત્રીનો દીવસ કહેવાય,જ્યાં ગરબે ઘુમાય
તાલી દાંડીયાને સંગે રાખી નાચતા,માતાની અનેક ભક્તોપર કૃપા થાય
.......એવી પવિત્ર નવરાત્રી મળી જીવને,જે દેહને અનંત શાંંન્તિ આપી જાય.
શ્રધ્ધારાખીને ભક્તિ કરતા જીવનમાં,અજબ શક્તિશાળી માતા હરખાય
મળે માતાનો પ્રેમ જીવને કૃપાએ,જે સુખશાંન્તિની વર્ષાએ અનુભવ થાય
કુળદેવી માતા કાળકા અજબ શક્તિશાળી છે દેવી,દેહને કૃપાએ સમજાય
પડે માતાની એક જ દ્ર્ષ્ટિ દેહ પર,સરળ જીવનસંગે પાવનરાહ મળીજાય
.......એવી પવિત્ર નવરાત્રી મળી જીવને,જે દેહને અનંત શાંંન્તિ આપી જાય.
***********************************************************

	
March 18th 2018

પવિત્ર કલમની કેડી

        preety sengupta-1
.             .પવિત્ર કલમની કેડી
તાઃ૧૮/૩/૨૦૧૮                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્રપ્રેમથી કલમની કેડી પકડી,કલમપ્રેમીઓને ઉજ્રવળ રાહ બતાવી જાય
માતા સરસ્વતીની પરમકૃપા મળે,અમારા પ્રીતીબેનને પ્રીતીસેન પણ કહેવાય
......એજ પાવનરાહ કલમની,જે કલમપ્રેમીઓને અંતરમાં આનંદ આપી જાય.
ઉજવળ ભાવનાસંગે માતાનોપ્રેમ લઈ,કલમપ્રેમીઓના પ્રેમે હ્યુસ્ટન આવીજાય
અંતરમાં આનંદ અનેરો મા કૃપાએ મળતા,લાગણી મોહ દુર રાખીને હરખાય
કલમની પવિત્રરાહ પકડતા જીવનમાં,અનેક જીવોને સુખ શાંન્તિ આપી જાય
મળેલદેહની મહેંકપ્રસરતા જીવનમાં,કલમની પવિત્રકેડીએ ઉજવળતા મળીજાય
......એજ પાવનરાહ કલમની,જે કલમપ્રેમીઓને અંતરમાં આનંદ આપી જાય.
નિર્મળપ્રેમને પકડી ચાલતા જીવનમાં,માતાજીની અનંતકૃપાની વર્ષા થઈ જાય
પકડેલકલમની મહેંક પ્રસરતા,અનેક રચનાએ કલમપ્રેમીઓને રાહ આપી જાય
હ્યુસ્ટન આવી કલમ પ્રેમ દેતા,પ્રદીપ સંગે કલમપ્રેમીઓને ખુબજ આનંદ થાય
પ્રેમની સરળ રાહ પકડતા,વડીલોના આશિર્વાદ સંગે મિત્રોનો પ્રેમ મળી જાય
......એજ પાવનરાહ કલમની,જે કલમપ્રેમીઓને અંતરમાં આનંદ આપી જાય.
============================================================
      દુનીયામાં ગુજરાતી ભાષાની શાને જગતમાં ગુજરાતીઓને સન્માન આપી જાય.
માતા સરસ્વતીની કૃપાએ શ્રીમતી પ્રીતીસેન ગુપ્તાની અનેક નિર્મળ રચનાઓથી કલમની
મહેંક પ્રસરાવી પ્રેમથી હ્યુસ્ટનમાં પધારતા કલમપ્રેમીઓને અને હ્યુસ્ટનની સાહિત્ય સરીતા
ને ઘણો જ આનંદ થયો છે.જેની યાદ રૂપે આ રચના સપ્રેમ ભેંટ.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા સાહિત્ય સરીતા.                    તાઃ૧૮/૩/૨૦૧૮.
***************************************************************