October 9th 2018
. .તારો પ્રેમ
તાઃ૯/૧૦/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મારા હૈયામાં મારા જીવનમાં,મારી જીંદગીમાં મારી પ્રીતડીમાં
તારો પ્રેમ નિખાલસ મળતો થયો,ત્યાંજ કુદરતની કૃપા થઈ
......એજ અજબકૃપા થઈ ભગવાનની,મારી જીંદગીમાં તુ આવી ગઈ.
જગતપર સવાર પડે ને સાંજ પડે,એતો સુર્યદેવની કૃપા થઈ
મારા જીવનમાં શાંન્તિ મળે,ને સંગે સુખનોસાગર મળી જાય
નિર્મળપ્રેમની ગંગા લૈને તુ આવી,જીવનમાં અનંતશાંંતિ થઈ
એજ તારો પ્રેમ નિખાલસ,મળેલદેહને પવિત્રકેડી મળતી થઈ
......એજ અજબકૃપા થઈ ભગવાનની,મારી જીંદગીમાં તુ આવી ગઈ.
અનેકસંબંધ છે અવનીપર જીવના,ના કોઇથી એ છુટી જાય
થયેલ કર્મ એજકૃપા પરમાત્માની,પાવનરાહને એ ચીંધી જાય
ના માગણી કોઇ જીવનમાં અડે,ના મોહનો કોઇ સ્પર્શ થાય
મળતો તારો પ્રેમ નિર્મળતા સંગે,ઉજવળ જીવન કરી જાય
......એજ અજબકૃપા થઈ ભગવાનની,મારી જીંદગીમાં તુ આવી ગઈ.
=====================================================